વડોદરામાં રથયાત્રાના રૂટ પરથી લારી-ગલ્લા, પથારાના ગેરકાયદે દબાણો હટાવાયા
Vadodara Rath Yatra : વડોદરામાં ભગવાન જગન્નાથજીની પ્રસ્થાન થનારી રથયાત્રા નિમિત્તે ભક્તજનો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઊંચી પડે છે ત્યારે રથયાત્રાના વિવિધ રૂટ પરથી લારી ગલ્લા-પથારાના દબાણો તંત્ર દ્વારા હટાવાયા છે. જ્યારે દુકાનદારોએ તેમના લટકણીયા સ્વૈચ્છિક રીતે હટાવી લીધા છે.
ગોત્રી ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રા અને ભાઈ બલભદ્ર તા.7મીએ નગરચર્યાએ નીકળવાના છે. રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થનારી રથયાત્રાનું શહેરના વિવિધ માર્ગો પરથી પોલો ગ્રાઉન્ડ પાસેના કેવડા બાદ ખાતે સમાપન થશે.
ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તજનો વિવિધ માર્ગો પર ઉમટી પડે છે. ત્યારે રથયાત્રાના તમામ રોડ પરના કાચા પાકા લારી ગલ્લા પથારા અને શેઠના દબાણો પાલિકા તંત્રની દબાણ શાખાએ મ્યુ. કમિ.ના આદેશથી હટાવી લીધા છે. જ્યારે બીજી બાજુ રથયાત્રાના રૂટ પરના તમામ દુકાનદારોએ તેમની દુકાન આગળ લટકાવાયેલા લટકણીયા સ્વૈચ્છિક રીતે હટાવી લીધા છે.