વડોદરામાં જૂની આરાધના સિનેમાની પાછળ દબાણો દૂર કરાયા
વડોદરા,તા.12 એપ્રિલ 2023,બુધવાર
વડોદરા શહેરના જૂની આરાધના સિનેમાની પાછળ સ્મશાન તરફ જતાં રોડ પર ગેરેજો સહિતના અનેક દબાણો દૂર કરવા આજે સીટી સર્વે કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની મશીનરીનો ઉપયોગ કરી આજે બપોરે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અનેક અડચણો આવી હતી જો કે દબાણો દૂર કરી દેવાયા હતા.