તું કેસ પાછો નહીં ખેંચે તો તને જાનથી મારી નાંખીશ
પુત્રને સ્કૂલેથી લઇને ઘરે આવતા વ્યક્તિને રસ્તામાં આંતરીને હુમલો
વડોદરા,ઉતરાયણના દિવસે થયેલા ઝઘડા અંગે કરેલો કેસ પરત ખેંચી લેવા માટે રસ્તામાં આંતરી ઝઘડો કરી આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગાજરાવાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી કમલેશ ભરતભાઇ સોલંકીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,આજે સવારે પોણા દશ વાગ્યે હું મારા દીકરાને બરોડા હાઇસ્કૂલ દંતેશ્વર ખાતે લેવા જતો હતો. હું મારા દીકરાને લઇને ઘરે પરત આવતો હતો. તે સમયે અમારી ગલીમાં રહેતા જેક દિલીપભાઇ સોલંકીએ અચાનક રસ્તામાં આવી મારા મોપેડની સામે ઉભો રહી ગયો હતો. વર્ષ - ૨૦૨૩ માં મારે ઝઘડો થયો હતો. તેનો કેસ મેં કર્યો હતો. તે કેસ પરત ખેંચવાનું કહી મને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. તેના પિતા અને માતા પણ તેનું ઉપરાણું લઇને દોડી આવ્યા હતા. તેઓ પણ મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેક સોલંકી તેના ઘરમાંથી લોખંડની પાઇપ લઇ આવ્યો હતો. તું કેસ પાછો નહીં ખેંચે તો તને જાનથી મારી નાંખીશું. તેવી ધમકી આપતા હું ત્યાંથી ભાગીને ઘરે જતો રહ્યો હતો.