Get The App

'સાલાઓ કિન્નરની જેમ ૯ દિવસ ગરબા ગાવા નહી જાવ તો નહી ચાલે' : શ્રીજીસૌરભ સ્વામી

સ્વામિનારાયણ સ્નાન કરતા હતા એ પાણીમાં નહાઇને બાળકો શિવ બ્રહ્માદીક દેવતા બની ગયા : પ્રેમસ્વરૃપ સ્વામી

Updated: Sep 8th, 2022


Google NewsGoogle News
'સાલાઓ કિન્નરની જેમ ૯ દિવસ ગરબા ગાવા નહી જાવ તો નહી ચાલે' : શ્રીજીસૌરભ સ્વામી 1 - image
શ્રીજી સૌરભ અને પ્રેમસ્વરૃ સ્વામી - હરિધામ સોખડા

વડોદરા : સોખડા હરિધામમાંથી અલગ થયેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર ભગવાન શિવજી અંગે કરેલા વાણી વિલાસ બાદ હવે સોખડા હરિધામના પ્રેમસ્વરૃપ સ્વામી સહિતના ભગવાધારીઓએ કરેલા હિન્દુ દેવી દેવતાઓના અપમાનના વીડિયો અને ઓડિયો વાયરલ થઇ રહ્યા છે.

હરિધામ સોખડાના ગાદીપતિ પ્રેમસ્વરૃપ સ્વામી તેમના પ્રવચન દરમિયાન એવુ કહી રહ્યા છે કે 'વડતાલમાં ભગવાન સ્વામિનારાયણને મુળજી બ્રહ્મચારી સ્નાન કરાવતા હતા મહારાજનું સ્નાન કરેલુ પાણી નીકમાંથી બહાર નીકળતુ હતુ તે પાણીમાં બાળકો (અહી પ્રેમસ્વરૃ સ્વામી વાઘરીના બાળકો એવુ કહે છે )નહાતા હતા તે અંગે મુળજી ભગતે મહારાજને કહ્યું તો મહારાજ બોલ્યા કે એ બાળકો શિવ બ્રહ્માદીક દેવતા બની ગયા.'

તો હરિધામ સોખડાના જ શ્રીજીસૌરભ નામના સ્વામી કિન્નર સમાજનું અને માતાજીનું અપમાન કરતા બોલી રહ્યા છે કે 'સાલાઓ ૯ દિવસ ગરબા ગાવા નહી જાવ, કિન્નર (અહી શ્રીજી સૌરભ કિન્નરો માટે નિમ્ન કક્ષાનો શબ્દ ઉપયોગ કરે છે)ની જેમ... તાળીઓ પાડવા નહી જાવ તો નહી ચાલે. કિન્નરો ટોલનાકા પર બારે માસ તાળીઓ પાડે છે.તમે તો ૯ દિવસ એ તો બારે માસ કરે છે તોય એનુ માગવાનું બંધ થયુ. ચાલુને ચાલુ રહે છે. 


Google NewsGoogle News