ભરૃચ જિલ્લાની લટાર મારે તો ખ્યાલ આવે કે બિલ્ડરોના કેવા દબાણો છે
ભરૃચ જિલ્લામાં દબાણો હટાવાતા ભાજપ સાંસદ નારાજ પ્રજાનું ધ્યાન ખસેડવા દબાણ હટાવવાની શોબાજી
ભરૃચ,ભરૃચ જિલ્લામાં હાલ વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી થઇ રહી છે, જેની સામે નારાજગી દર્શાવીને ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખીને કામગીરી સામે ઉભરો ઠાલવ્યો છે.
કલેકટરને પત્રમાં તેમણે લખ્યું છે કે પ્રજાનું ધ્યાન બીજે ખસેડી લારી ગલ્લાના દબાણ હટાવવા શો બાજી કરો છો, જેથી પ્રજા ખૂબ નારાજ અને દુઃખી છે. તમને આદેશ આપનાર ગાંધીનગરની એસી કચેરીઓમાં બેઠેલાઓ ભરૃચ જિલ્લાની પ્રદક્ષિણા કરીને સાચી લટાર મારો તો સાહેબ, ખ્યાલ આવશે કે બિલ્ડરોના કેવા કેવા સરકારી જમીન પર દબાણો થઇ ગયા છે!
સાંસદે પત્રમાં આક્રોશ વ્યકત કરતા વધુમાં લખ્યું છે કે એક દિવસ અંકલેશનવરથી નેત્રંગ, નેત્રંગથી રાજપારડી, ગુમાનદેવ, ગોવાલી થઇ ભરૃચથી દહેજ સુધી ફરો તો દબાણો અંગેનો સાચો ખ્યાલ આવે. ભરુચ જિલ્લામાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તા તુટી ગયા છે. ભ્રષ્ટાચાર સોળે કળાએ છે. રસ્તાઓ નવા બને ત્યાં સુધી પેચવર્ક કરીને બનાવાતા નથી.
શનિવારે નેત્રંગ ચાર રસ્તાના વર્ષો જૂના દબાણો હતા, અને આ દબાણો પોલીસના કાફલા સાથે તોડી નાંખ્યા છે. મેં જિલ્લા ભાજપ પ્રમુખ સાથે કલેકટરને રૃબરૃમાં મળીને જણાવેલું કે થોડો સમય આપો.
જે જરૃરી હશે અને તડતરરૃપ હશે તે દબાણો સમજાવીને હટાવી લઇશું. લારી ગલ્લાવાળાઓ એસસી, એસટી , ઓબીસી સમાજના ગરીબ પરિવારો છે. થોડો ટાઇમ થોભી જવા કલેકટરને જણાવ્યું હતું, તેમ છતાં સરકારના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓના આદેશથી ગરીબોના રોજગાર ધંધા રફે દફે થઇ ગયા, એમ તેમણે પત્રમાં ઉમેર્યુ ંહતું.