Get The App

એરપોર્ટ, હેલિપેડ ખાતે પણ દેખરેખ રખાશે રૃા.૧૦ લાખથી વધારે શંકાસ્પદ રોકડ પકડાશે તો કાર્યવાહી થશે

વડોદરા શહેર-જિલ્લામાં ૭૬૮ બેંકોની શાખાઓને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવા સૂચના અપાઇ

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
એરપોર્ટ, હેલિપેડ ખાતે પણ દેખરેખ રખાશે  રૃા.૧૦ લાખથી વધારે શંકાસ્પદ રોકડ પકડાશે તો કાર્યવાહી થશે 1 - image

વડોદરા, તા.૨૦ લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી થતી નાણાંકીય હેરફેરને રોકવા માટે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી માર્ગદશકાઓને પગલે જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી વેપારીઓ, નાગરિકોને કોઇ તકલીફ ના પડે એ રીતે કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

ચૂંટણી પંચ દ્વારા આ વખતે સિઝર મેનેજમેન્ટ સિસ્ટમ નામે એક ખાસ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. જેમાં ઇન્કમટેક્સ, જીએસટી, એક્સાઇઝ, પોસ્ટ, બેંક સહિતની કેન્દ્રીય એજન્સીઓને આવરી લઇ કાર્યરીતિ નિયત કરવામાં આવી છે. તે અંગેની માહિતી કલેક્ટર દ્વારા બેઠકમાં અધિકારીઓને આપવામાં આવી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં ૪૧ જેટલી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની ૭૬૮ જેટલી શાખાઓ કાર્યરત છે અને તે તમામને ચૂંટણીના ઉમેદવારને ખાતા ખોલી આપવાની સરળતા કરી આપવાની જાણ કરવીની રહેશે. આ ઉપરાંત એટીએમના ભરણા સહિતમાં રોકડ રકમ માટે ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યરીતિને અનુસરવાનું રહેશે. આ ઉપરાંત બેંકોમાં શંકાસ્પદ નાણાંકીય વ્યવહારની માહિતી આપવાની રહેશે.

આ બેઠકમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ, સ્ટેસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા જ્યારે રૃ.૧૦ લાખથી વધુના શંકાસ્પદ રોકડ નાણા પકડવામાં આવે ત્યારે કરવાની થતી કાર્યવાહી અંગે સૂચના આપવામાં આવી હતી. એરપોર્ટ, હેલીપેડ ખાતે પણ દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી હતી. 




Google NewsGoogle News