ત્રણ દેરી હટાવી મૂર્તિ જુદા જુદા મંદિરમાં પ્રસ્થાપિત કરી દેવાઇ
અકોટા, સલાટવાડા અને ગોરવા મંદિરે પ્રસ્થાપિત મૂર્તિની રોજ પૂજા થશે
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તા.૧૨ના રોજ રોક સ્ટાર સર્કલ, અકોટા પાસેથી શ્રી ભાથીજી મહારાજની, મલ્હાર પોઇન્ટની સામેથી શ્રી બળીયાદેવની દેરી દૂર કરવામાં આવી હતી. અટલાદરા સ્ટોર્સ ખાતે આવેલા મંદિરમાં રાખી તેની પૂજા કરી હતી.
ભાથીજી મહારાજની મૂર્તિ અકોટા, મિહિર પાર્ક સોસાયટી પાસે આવેલા શ્રી ભાથીજા મહારાજના મંદિરમાં રખાશે. શ્રી બળીયા દેવની મૂર્તિ સલાટવાડા ખાતે બળીયાદેવના મંદિરમાં તથા હનુમાનજીની મૂર્તિ ગોરવા ગામના ગેટની સામે હનુમાનજીના મંદિરમાં, મંદિરના મહારાજને તા.૧૪ના સોપવામાં આવી છે. મંદિરના મહારાજે ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે મૂર્તિ સ્વીકારી રોજે રોજ પૂજા-અર્ચના કરવાની જવાબદારી લીધી છે. આમ, તમામ મૂર્તિઓ જેતે દેવના મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી હોઇ, હવે પછી પણ નિયમિત સેવા પૂજા દર્શન થશે.
ડાયવર્ઝન બાદ રોડની પહોળાઇ બ્રિજ પછી ૪ મીટર જ રહે છે. જેથી પ્રતિમાઓને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય વિકલ્પ જ ન હતો. રોક સ્ટાર સર્કલ ખાતેનો રસ્તો પણ બંધ થનાર હોવાથી તેનું ડાયવર્ઝન મલ્હાર પોઇન્ટ ચાર રસ્તા તરફ અપાતા ત્યાં પણ રસ્તામાં આવતી દેરી દૂર કરી મૂર્તિ અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવી છે. સર્વિસ રોડમાં નડતરરૃપ પોલીસ ચોકી પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.