Get The App

સ્યૂસાઇડ નોટમાં તારા પિતાનું નામ લખીને ખોટા કેસમાં ફસાવી દઇશ

દહેજની માંગણી કરી પત્નીને મારઝૂડ કરીને ધમકી આપતા પતિ સહિત અન્ય સામે ફરિયાદ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
સ્યૂસાઇડ નોટમાં તારા  પિતાનું નામ લખીને ખોટા કેસમાં ફસાવી દઇશ 1 - image

વડોદરા,દહેજની માંગણી કરી પરિણીતા  પર ત્રાસ ગુજારતા પતિ  તથા અન્ય સાસરિયાઓ સહિત આઠ સામે વારસિયા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હરણી વારસિયા રીંગ રોડ પર રહેતી પ્રેમિલા નામની મહિલાના લગ્ન પંકજ નારાયણભાઇ ખટીક (રહે. ખટીકવાડા, સદર બજાર, ઉદયપુર, રાજસ્થાાન) સાથે જૂન - ૨૦૨૧ માં થયા હતા. તેણે વારસિયા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  લગ્નના ૨૦ દિવસ સુધી અમારો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. મારા પતિ રોજ દારૃ પીને ઘરે આવતા હતા. હું મારા પતિને દારૃ પીવાની ના પાડતી ત્યારે તેઓ મને માર મારતા હતા. મારા સાસુ, સસરા અને નણંદ મને કહેતા  હતા કે, તું મોટા ઘરની છે, તારા પિતા પાસે બહુ રૃપિયા છે. તેમ છતાંય તું દહેજમાં કંઇ લાવી નથી. મારા સાસરિયાઓની ચઢમણીના કારણે મારા પતિ મારી સાથે મારઝૂડ કરી કહેતા  હતા કે, તું  પિયરમાંથી રૃપિયા લઇ આવ તો જ તને  રાખીશું. મારા સાસુ મને કહેતા હતા કે, હું બીજી વહુ લાવવાની છું. તેઓ મને કાઢી મૂકવાની વાતો કરતા હતા. મારા પતિ મને ધમકી આપતા હતા કે, તું  પિયરમાંથી રૃપિયા નહીં લાવે તો સ્યૂસાઇડ નોટમાં તારા પિતાનું નામ લખી આપઘાત કરી  લઇશ અને તારા પિતાને ખોટા કેસમાં ફસાવી દઇશ. હું બીમાર પડું ત્યારે તેઓ મારી સારવાર કરાવતા નહતા અને વડોદરા પિયરમાં મોકલી દેતા હતા.


Google NewsGoogle News