Get The App

હવે પછી નેતાગીરી કરી છે તો ઘરમાં ઘુસીને તને મારીશ

ભાજપના કાર્યકર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી

Updated: May 9th, 2024


Google NewsGoogle News
હવે  પછી નેતાગીરી કરી છે તો ઘરમાં ઘુસીને તને મારીશ 1 - image

વડોદરા,નવલખી કંપાઉન્ડમાં મતદાન મથક નજીક ભાજપના કાર્યકરોને કોંગ્રેસના કાર્યકરે ધમકી આપી હતી. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવલખી કંપાઉન્ડ પથારી ગેટ  પાસે રહેતા અને ભાજપના સક્રિય કાર્યકર રાજુભાઇ મોતીભાઇ પટેલ કેટરિંગનું કામ કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૭ મી એ લોકસભા ચૂંટણીનું મતદાન ચાલતું હતું. નવલખીમાં બૂથ ૧૯૦ અને ૧૯૧ ના મતદાન માટે ટેબલ ગોઠવ્યા હતા.  હું ભાજપ પક્ષના ટેબલ પાસે ગોઠવેલા પાણીના જગ પાસે ઉભો  રહી પાણી  પીતો  હતો. તે દરમિયાન બ્લૂ કલરની એક કારમાંથી નીચે ઉતરીને સન્ની સપકાલ ઉર્ફે હડ્ડી અચાનક મારી સાથે મારામારી શરૃ કરી હતી. તે મને ધમકી આપવા લાગ્યો હતો કે, હવે  પછી નેતાગીરી કરી છે તો ઘરમાં ઘુસીને તને મારીશ અને જીવતો રહેવા દઉં નહીં. તેણે ટેબલ અને ખુરશીઓ ફેંકી દીધા  હતા. ત્યારબાદ કોંગ્રેસ પક્ષનું ટેબલ લગાવીને બેસેલા હિમાંશુ  પરમારે મારી પાસે આવી મારી સાથે ઉભેલા નિપાબેનને ગાળો બોલી કહેવા લાગ્યો હતો કે, આવતી ચૂંટણીમાં અહીંયા ટેબલ લગાવવું નહીં. નહીંતર આનાથી ખરાબ હાલ થશે.


Google NewsGoogle News