Get The App

હું કુંવારો છું અને તું બે છોકરાની મા છે, મારે લગ્ન કરવા નથી

છ મહિના સુધી શારીરિક સંબંધ બાંધી ડિવોર્સીને તરછોડી દેનાર યુવક સામે બળાત્કારની ફરિયાદ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
હું કુંવારો છું અને તું બે છોકરાની મા છે, મારે લગ્ન કરવા નથી 1 - image

વડોદરા,છ મહિના સુધી ડિવોર્સીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધનાર યુવકે છેવટે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે અંગે ડિવોર્સીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ સાથે અણબનાવ થયા પછી બે સંતાનો સાથે રહેતી ડિવોર્સીના ફેસબૂક એકાઉન્ટ પર એક વર્ષ પહેલા પ્રિત વૈદ્યનો મેસેજ આવ્યો હતો. તે વારંવાર મેસેજ કરતો હોવાથી બે મહિના પછી ડિવોર્સીએ જવાબ આપ્યો હતો. ડિવોર્સીએ જણાવ્યું છે કે, મેં તેને મેસેજ કરવાની ના પાડી હતી. તેમછતાંય તે મને મેસેજ કરતો હતો. તેણે મને કહ્યું હતું કે, હું  અલકાપુરીમાં શેર માર્કટની ઓફિસ છે. મારે વિઝા ઓફિસે જવાનું હોવાથી પ્રિતને વાત કરી હતી. તે મને કારમાં સૌ  પ્રથમ કાશી વિશ્વનાથ મંદિર લાલબાગ તથા હનુમાનજીના મંદિરે દર્શન કરવા લઇ ગયો હતો. ત્યારબાદ કોઠી ચાર રસ્તા  પાસે આવેલી વિઝાની ઓફિસમાં કામ પૂરૃં કરીને અમે કોફી પીવા ગયા હતા.

થોડા દિવસ પછી પ્રિતે મને ફોન કરીને કહ્યું કે, હું અનમેરિડ છું અને ધર્મ - ભક્તિની લાઇનમાં છું. હું પણ ધર્મ - ભક્તિમાં જોડાયેલી  હોઇ અમારા સંબંધ વધ્યા હતા. ત્યારબાદ તે મને અવાર - નવાર લગ્ન કરવા માટે જણાવતો હતો. પરંતુ, હું કોઇ જવાબ આપતી નહતી. ત્યારબાદ એક દિવસ તે મારા ઘરે આવ્યો હતો. મારી ઇચ્છા નહીં હોવાછતાંય તેણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. હું તારી સાથે લગ્ન કરવાનો છું. તું મારી પત્ની છે. તેવું કહીને તે અવાર - નવાર શારીરિક સંબંધ બાંધતો હતો. જુલાઇ - ૨૦૨૩ થી શરૃ થયેલા સંબંધ બે મહિના પહેલા પ્રિતે તોડી નાંખ્યા હતા. તેણે મારો  મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. મેં તેના ઘરે ગઇ ત્યારે તેણે મને કહ્યું કે,  હું કુંવારો છું અને તું બે છોકરાની મા છે. તેમ કહી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોલીસે આરોપી પ્રિતેશ મહેશભાઇ વૈદ્ય ( રહે. સોની પોળ, વાડી) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News