હું ભાજપનો કાર્યકર્તા છું, ઘર પાસે બાંધેલી ગાયો કેમ લઇ જાવ છો ?

ફતેપુરા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે તકરાર

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
હું ભાજપનો કાર્યકર્તા છું, ઘર  પાસે બાંધેલી ગાયો કેમ લઇ જાવ છો ? 1 - image

વડોદરા,ફતેપુરા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે બોલાચાલી કરી સરકારી કામગીરીમાં દખલ કરનાર પશુ માલિકો સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કોર્પોરેશનનો ઢોર પાર્ટીનો સ્ટાફ ગઇકાલે બપોરે ફતેપુરા જુના આર.ટી.ઓ. થી ખારી તલાવડી તરફના રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યો હતો. ત્યાં રસ્તા  પર રખડતી ગાયને પકડવા માટે સ્ટાફ પાછળ ગયો હતો. પરંતુ, મુકેશ રબારી, મહેશ રબારી તથા નિલેશ યાદવે ભેગા મળીને ગાયને ભગાડી મૂકી હતી. જેથી, ઢોર પાર્ટીનો સ્ટાફ દોડતા દોડતા ખારી તલાવડી રબારી વાસ પહોંચી ગયો હતો. મુકેશ રબારીએ ઢોર  પાર્ટીના સ્ટાફને કહ્યું હતું કે, અમારા ઘર પાસે બાંધેલી ગાયો કેમ લઇ જાવ છો ? હુ ંભાજપનો કાર્યકર્તા છું.


Google NewsGoogle News