Get The App

પત્નીને પાંચ માસનો ગર્ભ હોવા છતાં પતિએ પેટમાં લાતો મારી : વડોદરા અભયમની ટીમ મદદે પહોંચી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
પત્નીને પાંચ માસનો ગર્ભ હોવા છતાં પતિએ પેટમાં લાતો મારી : વડોદરા અભયમની ટીમ મદદે પહોંચી 1 - image


 - શંકાશીલ સ્વભાવ અને સાસુની જળવણીના કારણે નાના બાળક સાથે મહિલાને ઘરની બહાર કાઢી મૂકી

વડોદરા,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા ભાયલી વિસ્તારમાં રહેતી એક મહિલા 181 હેલ્પલાઇનમાં કોલ કરતા જણાવે છે કે, તેમના પતિ તેમને શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. હું પ્રેગનેન્ટ છું. મને પાંચ મહિના ચાલે છે. મારું એક નાનું બાળક છે. પ્રેગનેટ હોવા છતાં મારા પર હાથ ઉપાડ્યો અને મારા પેટ પર લાત મારી. મારા નાના દીકરાને અને મને ઘરની બહાર કાઢી મૂક્યા છે. જેથી મને તમારી મદદની જરૂરત છે. જે સાંભળતાની સાથે પીડીતાએ જણાવેલ સ્થળ પર અભયમની ટીમ પહોંચતા પીડીતાનું કાઉન્સલિંગ કરતા જણાવે છે કે, પતિ નોકરી કરે છે અને થોડા થોડા ટાઈમે મને ફોન કર્યા કરે છે અને પૂછે છે ક્યાં છે? શું કરે છે? વિડીયો કોલ કરી બતાવો, એવું કહી રોજે હેરાન કરે છે. કોઈ દિવસ જમવાનું મોડું બને તો મારા પતિ કહે છે તો કોઈની જોડે વાતો કરતી હશે તો જ જમવાનું મોડું બનાવે છે. તબિયત સારી ના હોય હું એમને જણાવું તો એવું કહે છે ફોન પર ને ફોન પર વાતો કર્યા કરે છે. મારી સાસુને પણ મારી ખોટી ખોટી વાતો કરી મારા પતિ અને મારી સાસુ મારી જોડે ઝઘડા કરે છે અને ઘરમાંથી નીકળી જવા કહે છે. મારું એક નાનું બાળક છે અને હું પ્રેગનેટ છું તો હું કંઈ જાવું? મારા માતા પિતા પણ સપોર્ટમાં નથી કારણ કે મેં લવ મેરેજ કર્યું છે. પીડીતાના પતિને કાઉન્સિલિંગ કરતા સમજાવ્યા કે, શક ના કરે અને પત્ની બીમાર હોય તો તેમને હોસ્પિટલ લઈ જવી તેમનું ધ્યાન રાખે. જે બાદ પતિએ પત્ની પાસે હાથ જોડી માફી માંગી અને હવે આવું નહીં કરું અને હોસ્પિટલ પણ લઈ જઈશ તેમ જણાવ્યું. સાથે ભૂલ સ્વીકારતા કેસમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News