Get The App

પત્ની સાથે તકરાર થતા પતિનો ફાંસો ખાઇને આપઘાત

લગ્નમાં કપડા પહેરવાના મુદ્દે બોલાચાલી થઇ હતી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
પત્ની સાથે તકરાર થતા પતિનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,પત્ની સાથે તકરાર થતા આવેશમાં આવેલા પતિએ સાડીનો  ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો.

વાઘોડિયા રોડ રંગ વાટિકાની  પાછળ સાંઇનાથ નગરમાં રહેતો ૨૮ વર્ષનો અજય કનુભાઇ રાજપૂત વાઘોડિયા રોડ પર શ્રી જલા ફેબ્રિકેશનમાં કામ કરે છે. ગઇકાલે તેના ફળિયામાં જ લગ્ન  પ્રસંગ હતો. પરંતુ, અજય કામ કરવાના કપડે જ લગ્નમાં જતો રહ્યો હતો. જે બાબતે પતિ - પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ તેઓ ઘરે જતા રહ્યા હતા. થોડા સમય પછી પત્ની ઘરેથી નીકળી ગઇ હતી. તે  દરમિયાન  આવેશમાં આવીને અજય રાજપૂતે પંખા સાથે સાડી બાંધી ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ. વિનોદભાઇએ સ્થળ પર જઇ વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News