વડોદરામાં દંપતી વચ્ચે ઝઘડાના બે બનાવમાં બે પતિનો આપઘાત

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News

વડોદરામાં દંપતી વચ્ચે ઝઘડાના બે બનાવમાં બે પતિનો આપઘાત 1 - image

-  પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ વિષપાન કરી લેતા મોત: પિયરથી પરત આવવાની પત્નીએ ના પાડતા ઝેરી દવા પી પતિનો આપઘાત

વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના બે અલગ ગામમાં દંપતી વચ્ચેના ખટરાગમાં બે પતિએ વિષપાન કરી જીવતર ટુંકાવ્યું હતું. સોખડા ખુર્દ ગામે પત્ની સાથે ઝઘડો થતાં લાગી આવતા જ્યારે મહુવડ ગામે નશો કરવાની ટેવ ધરાવતા પતિથી દીકરી સાથે પિયર જતી રહેલી પત્ની પરત નહીં આવતા બંને પતિએ વિષપાન કરી લેતા મોત નીપજ્યું હતું. પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે રહેતા 35 વર્ષના વિક્રમ જેસંગ મકવાણા 30 તારીખે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે આવ્યા હતા. ત્યારે ઘરકામ બાબતે 33 વર્ષીય પત્ની મનિષાબેન સાથે ઝઘડો થયો હતો. તેથી વિક્રમને લાગી આવતા વિષપાન કર્યું હતું. તેની જાણ પરિવારજનોને થતા પ્રથમ કરજણ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિક્રમનું મોત નીપજ્યું હતું. વડુ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

બીજા બનાવની મળતી ળતી વિગત મુજબ પાદરા તાલુકાના મહુવડ ગામના નવાપુરા વિસ્તારની સહયોગ હોટલ પાછળ રહેતા સુખદેવ સોલંકી ઉમર 24 નશો કરવાની ટેવ ધરાવતા હતા. તેથી એક અઠવાડિયા પહેલા પત્ની ધર્મિષ્ઠાબેન સાથે ઝઘડો થયો હતો. તેને કારણે ધર્મિષ્ઠાબેન બંનેની દીકરી કામિની પોતાના પિયર જતી રહી હતી. સુખદેવ દરરોજ પત્નીને ફોન કરી પાછી બોલાવતો હતો. પરંતુ ધર્મિષ્ઠાબેન નહીં આવતા 29મી તારીખે બપોરે 4 વાગ્યે સહયોગ હોટલની પાછળ રસ્તા પર ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ પરિવારજનોને થતા પ્રથમ વડુ આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. વડુ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News