Get The App

અમારો છોકરો કાનૂડો છે ગમે તે કરશે પાદરામાં અન્ય યુવતી સાથે સંબંધો રાખતા પતિનો પત્ની પર અત્યાચાર

દિયર પણ ખરાબ નજર રાખી બીભત્સ માંગણી કરે ઃ પતિ અને સાસરિયાઓ સામે ગુનો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
અમારો છોકરો કાનૂડો છે ગમે તે કરશે  પાદરામાં અન્ય યુવતી સાથે સંબંધો રાખતા પતિનો પત્ની પર અત્યાચાર 1 - image

વડોદરા, તા.27 પાદરામાં અન્ય યુવતી સાથે લગ્ન બાદ પણ સંબંધો રાખતા પતિ તેમજ સાસરિયાઓએ પરિણીતા પર ત્રાસ ગુજાર્યો હતો. આ ઉપરાંત પરિણીતાને તેનો દિયર બિભત્સ માંગણી કરી હેરાન કરતાં આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

માણેજામાં પિયરમાં રહેતી રુત્વા નામની યુવાન પરિણીતાએ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે માર્ચ-૨૦૨૩માં  મારા લગ્ન પાદરામાં રહેતા વિશ્વાસ સાથે થયા હતાં. લગ્ન બાદ મને જાણ થઇ કે મારા પતિ દિવ્યા નામની યુવતી સાથે આડા સંબંધો છે આ અંગે સાસુ અને સસરાને જાણ કરી તો તેઓ કહેવા લાગ્યા કે અમારો છોકરો કાનુડો છે ગમે તે કરશે તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો.

દિવ્યા પણ મને ધમકી આપતી કે તારા પતિએ મારી જિંદગી બગાડી છે હું હવે તેને નહી છોડું, દિવ્યાની સગાઇ થઇ તે પણ મારા પતિએ તોડાવી નાંખી હતી. પરિણીતાએ આક્ષેપ કર્યા હતાં કે મારો દિયર હું ઘરકામ કરું તો ખરાબ નજરથી જુએ અને મને સ્પર્શ કરી અડપલા કરતો હતો. હું બેડરૃમમાં જઉં તો મને ફોન કરી બિભત્સ માંગણીઓ કરી રૃમનો દરવાજો ખોલવાનું કહેતો  હતો પરંતુ હું દરવાજો નહી ખોલતા એક દિવસ અગાસી પરથી પાછળના દરવાજેથી રૃમમાં આવી જતાં મેં બૂમાબૂમ કરી હતી. સાસરિયાઓએ મારી પાસે રૃા.૬ લાખનું દહેજ પણ માંગ્યું હતું.




Google NewsGoogle News