Get The App

ગોત્રી ના મલ્ટિપ્લેક્સની બહાર ફિલ્મી દ્શ્યોઃ બોસ સાથે ફિલ્મ જોઇને નીકળેલી પત્ની અને બોસ પર પતિ તૂટી પડ્યો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
ગોત્રી ના મલ્ટિપ્લેક્સની બહાર ફિલ્મી દ્શ્યોઃ બોસ સાથે ફિલ્મ જોઇને નીકળેલી પત્ની અને બોસ પર પતિ તૂટી પડ્યો 1 - image

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ પુરી થયા બાદ બહાર  પતિ,પત્ની ઓર વોહના કિસ્સાને કારણે પ્રેક્ષકોને ફરીથી ફિલ્મી દ્શ્યો જોવા મળ્યા હતા.

નડિયાદમાં રહેતી અને ખાનગી ઓફિસમાં નોકરી કરતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,પાંચવર્ષ પહેલાં મારા લગ્ન તુષાર સાથે થયા હતા અને અમને એક સંતાન પણ છે.પતિ કોઇ કામ ધંધો નહિં કરતો હોવાથી હું તેમને નોકરી કરવા માટે કહેતી હતી.જેથી તેઓ મારા પર વહેમ રાખી ઝઘડા કરતા હતા.જેથી હું કંટાળીને ભાડાના મકાનમાં રહેવા ગઇ હતી.

પરિણીતાએ આક્ષેપ કર્યો છેકે,મારા પતિ છૂટાછેડા લેવા માટે રૃપિયાની માંગણી કરતા હતા અને બાળકને પણ લઇ જવા માંગતા હતા.જેથી મેં તેમને બાળક આપી દીધું હતું અને હું એકલી રહેતી હતી.

ગઇકાલે તા.૨૫મીએ સવારે ૧૧ વાગે હું ટ્રેનમાં વડોદરા આવી હતી અને મારા બોસ  મને સ્ટેશને લેવા આવ્યા હતા.ત્યાંથી અમે સ્કૂટર પર ગોત્રી વીમાના દવાખાને ગયા હતા.પરંતુ ત્યાં લંચ બ્રેક હોવાથી અમે બંસલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા.

સાડા ત્રણેક વાગે બહાર નીકળ્યા ત્યારે મારો પતિ અને અન્ય ત્રણ જણા બાઇક તેમજ કારમાં આવ્યા હતા.બોસ સાથે મને જોતાં જ પતિએ મને લાફા માર્યા હતા.જ્યારે અન્ય ત્રણ જણાએ પણ મને અને મારા બોસને માર મારી મને ફરી લાગ મળશે તો જીવતી નહિં છોડું તેવી ધમકી આપી હતી.ગોત્રી પોલીસે પતિ અને અન્ય ત્રણ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News