Get The App

સંતાનોને મળવા ગયેલી મહિલા પર પતિનો હુમલો

વાળ પકડી ડંડા વડે માર માર્યો

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
સંતાનોને મળવા ગયેલી મહિલા  પર પતિનો હુમલો 1 - image

વડોદરા,સાસરીમાં સંતાનોને મળવા ગયેલી મહિલા પર તેના પતિએ  હુમલો કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

અમદાવાદ ઘોડાસર વિસ્તારમાં ન્યૂ મંગલમ સોસાયટીમાં રહેતા તન્વીબેન તુષારભાઇ ચૌહાણે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી સાસરી વડસર રોડ નંદીગ્રામ સોસાયટીમાં છે. છેલ્લા એક વર્ષથી હું મારા પિતાના ઘરે રહું છું. મેં મારા પતિ વિરૃદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારનો કેસ કર્યો છે. તેમજ ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે. મારા સંતાનોની કસ્ટડી લેવા માટે કોર્ટમાં કેસ કર્યો છે. કોર્ટે દર રવિવારે સંતાનોને મળવા માટે હુકમ કર્યો છે. ગઇકાલે  હું મારી બહેનના મકાનમાં ભાડૂત તરીકે રહેતા જયાબેનને લઇને મારી સાસરીમાં સંતાનોને મળવા માટે  ગઇ હતી. મારા પતિએ મને કહ્યું કે, હું છોકરાઓને મળવા  દઉં નહીં. તેણે મારા વાળ પકડી માર માર્યો  હતો. તેમજ ડંડા વડે હુમલો કરી બરડાના ભાગે ઇજા પહોંચાડી  હતી. મહિલાએ મારામારીના સીસીટીવી ફૂટેજ પણ  રજૂ કર્યા હતા. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News