Get The App

સ્ટુડન્ટ વિઝાના નામે છેતરપિંડી કરનાર પતિ-પત્ની અમદાવાદથી પકડાયા

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સ્ટુડન્ટ વિઝાના નામે છેતરપિંડી કરનાર પતિ-પત્ની અમદાવાદથી પકડાયા 1 - image


Visa Fraud Crime in Vadodara : વડોદરાના હરણી વિસ્તારમાં સ્ટુડન્ટ બીજાના નામે રૂ.22 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરનાર પતિ-પત્નીને પોલીસ અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા છે.

 હરણી વિસ્તારમાં રહેતા યુવકને કેનેડામાં સેટલ કરાવવાના નામે દંપતીએ કુલ રૂ.28.92 લાખ ચૂકવ્યા હતા. પરંતુ ત્યાર પછી તેઓને ધક્કા ખાવા પડ્યા હતા અને એજન્ટ દંપતી વાયદા બતાવતા હતા. ફરિયાદ પક્ષે ઉઘરાણી ચાલુ રાખતા ટુકડે ટુકડે કુલ સાડા છ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. જેથી 22.42 લાખની રકમ પરત કરી ન હતી. 

હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન દંપતી મળી આવ્યું હતું. પોલીસની વોચ દરમિયાન બે દિવસ પહેલા આ દંપતી અમદાવાદ ખાતેના મકાને આવ્યાની જાણ થતા મહિલા પોલીસ સાથે મકાન પર વોચ રાખી બંનેને ઝડપી પાડ્યા હતા. પકડાયેલાઓમાં હિતેશ નગીનભાઈ પટેલ અને શિવાંગી હિતેશ પટેલ (લક્ષ્મીનગર, બારેજા, અમદાવાદ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News