ટ્રકે બાઇકને ટક્કર મારતા પતિ-પત્નીનું મોત : બે સંતાનોને ઇજા

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ટ્રકે બાઇકને ટક્કર મારતા પતિ-પત્નીનું મોત : બે સંતાનોને ઇજા 1 - image


- અકસ્માત બાદ ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો

વડોદરા તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે વસાવા ફળિયામાં રહેતો વિક્રમ દલસુખ રાઠોડિયા ઉંમર વર્ષ 24 તેની પત્ની આરતી ઉંમર વર્ષ 20 તેમજ બે સંતાનો સાથે ભીલાપુરથી વણાદરા ગામ તરફ બાઈક લઈને જતા હતા ત્યારે ભીલાપુર ગામની રેલવે ફાટક પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી બાઈક પર બેસેલા પતિ પત્ની અને બાળકોને રોડ પર પછાડ્યા હતા. બાઈક ચાલક વિક્રમ પર ટ્રકની ડ્રાઇવર સાઈડનું વ્હિલ ફરી વળતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ સાથે તેની પત્ની આરતી પણ મોતને ભેટી હતી. જ્યારે બે સંતાનોને નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ ટ્રક છોડીને ચાલક ફરાર થઈ ગયો હતો. ડભોઇ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે


Google NewsGoogle News