Get The App

પત્નીએ ઝેર પીતા બીજા લગ્ન કરવા જતા પતિ અને સાસરિયા સામે ગુનો

પરિણીતા ભાનમાં આવતાં જ પોલીસે નિવેદન નોંધી વડોદરાના સાસરિયાઓ સામે કાર્યવાહી શરૃ કરી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
પત્નીએ ઝેર પીતા બીજા લગ્ન કરવા જતા પતિ અને સાસરિયા સામે ગુનો 1 - image

ભરૃચ તા.૬ અંકલેશ્વર નજીક આવેલા કાપોદ્રા ગામની પરિણીતાએ છૂટાછેડા આપ્યા વગર જ વડોદરામાં રહેતો પતિ બીજા લગ્ન કરે તે પહેલાં જ ઝેરી દવા પી લીધી હતી. આ ચકચારી ઘટનામાં પરિણીતા ભાનમાં આવ્યા બાદ તેનું ઉચ્ચ અધિકારીઓએ નિવેદન નોંધ્યા બાદ પોલીસે સાસરિયાના ત્રાસનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ ત્રિપલ તલાકની કલમ નહી ઉમેરાતા ફરી પ્રશ્નો સર્જાયા છે.

ભરૃચ જિલ્લાની મૂળ રહિશ નીલોફરના લગ્ન વડોદરાના તાંદલજામાં રહેતા આદિલ કડીવાલા સાથે થયા બાદ બંને વચ્ચે ખટરાગ થતાં નીલોફર તેના મામાના ઘેર રહેવા માટે જતી રહી  હતી. દરમિયાન આદિલે તલાક અંગેની વકીલ દ્વારા નીલોફરને નોટિસ મોકલી હતી અને બાદમાં વડોદરામાં જ રહેતી અન્ય યુવતી સાથે બીજા લગ્નનું નક્કી કર્યું હતું. આદિલના બીજા લગ્નની આમંત્રણ પત્રિકા નીલોફર પાસે આવતાં જ તેણે એક વીડિયો બનાવી પતિ અને સાસરિયાઓ સામે આક્ષેપો કરી ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે ખસેડાઇ હતી.

નીલોફર હોસ્પિટલના બિછાને ભાનમાં આવતા મામલતદાર અને ડીવાયએસપી દ્વારા તેનું નિવેદન લેવામાં આવ્યું હતું અને બાદમાં પોલીસે વડોદરામાં રહેતા પતિ આદિલ, સસરા ઈકબાલ, સાસુ મુમતાજ, લગ્ન કરવા ઈચ્છુક યુવતી કરિશ્મા કમરૃદ્દીન ઘાંચી અને જુનેદ યુસુફ કડીવાલા સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે પોલીસે ત્રિપલ તલાકનો કોઇ ઉલ્લેખ નહી કરતાં પરિણીતા ફરી લડત આપવા માટે તૈયાર થઇ છે. 




Google NewsGoogle News