Get The App

CA યુવતીને સાસરિયાનો ત્રાસ છોકરો એક નહી ચાર લગ્નો કરશે

સીએ યુવતીેનો પગાર પણ પતિ પડાવી લેતો હતો ઃ અન્ય યુવતી સાથે સંબંધો અંગેનો વીડિયો અને બિભત્સ ચેટ પતિએ પત્નીને મોકલી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
CA યુવતીને સાસરિયાનો ત્રાસ છોકરો એક નહી ચાર લગ્નો કરશે 1 - image

વડોદરા, તા.10 શહેરના વાડી વિસ્તારમાં રહેતી સીએ યુવતીને તેના પતિ અને સાસરિયાઓએ માનસિક અને શારીરિક ત્રાસ આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પતિના અન્ય યુવતી સાથેના બિભત્સ ફોટો જોઇ તેની ફરિયાદ કરતાં સાસરિયાઓએ સ્પષ્ટ કહ્યું કે તે આવું જ કરશે તે એક નહી ચાર લગ્નો કરશે.

વાડી વિસ્તારમાં રહેતી ફરહીનબાનું નામની યુવતીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું કલાલી ખાતેની એક ખાનગી કંપનીમાં સીએ તરીકે નોકરી કરું છું. વર્ષ-૨૦૧૪થી લગ્ન પ્રસંગમાં તેમજ અભ્યાસ દરમિયાન મારો સંપર્ક અમારા વિસ્તારમાં રહેતા અલ્ફેઝ સાથે થતા અમે છ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં. અમે એક જ જ્ઞાાતિના હોવાથી પરિવારજનોએ અમારી સગાઇ કરી હતી પરંતુ છ માસ બાદ પતિએ સગાઇ તોડી નાંખી બીજી યુવતી સાથે સગાઇ કરી હતી.

મારો સીએનો અભ્યાસ પૂર્ણ થતાં તેમજ સારી નોકરી મળતાં અલ્ફેઝે મારી સાથે ફરીથી સંબંધો વધાર્યા હતાં અને છેલ્લે નવેમ્બર ૨૦૨૩માં મુસ્લિમ શરીયત મુજબ મારા લગ્ન અલ્ફેઝ સાથે થયા  હતાં. લગ્નના ૨૫ દિવસ બાદ મારા સસરાએ તું સીએ થઇને સારા રૃપિયા કમાતી હોવા છતાં તારા માતા-પિતાએ સમૂહલગ્ન કરાવેલા અને દહેજમાં ધાર્યા મુજબ કશું આપ્યું નથી કહી માનસિક ત્રાસ આપ્યો હતો. મારા પતિ પણ મારા પગારની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો હતો અને મને જ્યારે પૈસાની જરૃર પડે તો મારે માંગવા પડતાં હતાં.

મારી તબિયત બગડતાં હું પિયરમાં રહેવા આવી હતી અને તે સમયે ડોક્ટરને બતાવતા તેમણે હું ગર્ભવતી છું તેમ કહી આરામ કરવાની સલાહ આપી હતી. મેં મારા પતિને પૈસા માટે ફોન કરતાં તેણે મને મદદ કરવાના બદલે તારા ખાતામાં જે પૈસા છે અત્યારે જ મને ટ્રાન્સફર કરી દે તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું. મારા પતિએ મને એક વીડિયો અને બિભત્સ ચેટ મને મોબાઇલ પર મોકલી હતી જેમાં તે અન્ય કોઇ યુવતી સાથે સંબંધ ધરાવતા હોવાનું જણાયું હતું. આ અંગે મેં મારા સાસુ અને સસરાને કહેતાં તેમણે ઉધ્ધત જવાબ આપી કહેલ કે મારો છોકરો તો આવું જ કરશે, એક નહી ચાર લગ્ન કરશે તારે રહેવું હોય તો રહે નહી તો તારા પિતાના ઘેર જતી રહે. મારા પતિ, સાસુ, સસરા અને નણંદે મારા હાથ બાંધી જબરજસ્તી મારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં.




Google NewsGoogle News