એક્સપ્રેસ હાઇવે પાસે માનવ શરીરના અંગો મળતા ચકચાર
માથાનો ભાગ અને કમરથી નીચેનો ભાગ કોહવાઇ ગયો હતો ઃ પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા, તા.21 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રોડની બાજુમાં એક પુરુષનો માથાનો ભાગ તેમજ કમરથી નીચેનો પગ સાથેનો ભાગ અલગ અલગ મળતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રોડની ડાબી બાજુ ખુલ્લી જગ્યામાં માનવ શરીરના ટૂકડા પડેલાં જણાતા આણંદમાં રહેતા સાગર સુરેશ પટેલે પોલીસને જાણ કરી હતી જેથી મંજુસર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે જોતા માથાની ખોપરી તૂટેલી હાલતમાં પડેલી મળી હતી અને ત્યાંથી થોડે દૂર કમરની નીચેનો બંને પગ સાથેનો ભાગ કોહવાઇ ગયેલી હાલતમાં મળ્યો હતો.
કમરે વાદળી કલરનો પેન્ટ પહેર્યો હતો. પ્રાથમિક તબક્કે લાશ ૧૦ દિવસ જૂની હોવાનું જણાયું હતું અને અજાણ્યા પુરુષની લાશનો કેટલોક ભાગ કૂતરા અથવા અન્ય પશુઓએ ફાડી ખાધો હતો. પોલીસે પ્રાથમિક અકસ્માત મોતની નોધ કરી અજાણ્યા પુરુષની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.