Get The App

કરાર આધારિત ઇજનેરોને ૫૦ ટકા અનામત કઇ રીતે આપી શકાય

આવા ઇજનેરોને સીધી ભરતી મારફતે સ્પર્ધા કરી મેરિટ આધારે પણ લઇ શકાય

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
કરાર આધારિત ઇજનેરોને ૫૦ ટકા અનામત કઇ રીતે આપી શકાય 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતીથી સિવિલ આસિસ્ટન્ટ ઇજનેરની ૧૬ જગ્યા, સિવિલ નાયબ કાર્યપાલક ઇજનેરની ૩ અને સિવિલ એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેરની ૩૬ જગ્યા ભરવાની છે. આ માટે કુલ ૫૫ ઇજનેરો માટે હાલ ઓનલાઇન અરજીઓ મગાવી છે. જે માટે તા.૫ અને ૬  ઓકટોબરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા થવાની છે.

જોકે ઇજનેરોના વર્તુળોના જણાવાયા મુજબ સીધી ભરતીની જાહેરાતમાં ૫૦ ટકા રિઝર્વેશન કોર્પો.ના કરાર આધારિત ઇજનેરો માટે રિઝર્વ કરેલ છે, અને તેઓની અનુભવની લાયકાત પણ પોતાની રીતે બદલી છે. આવા ઇજનેરો કે જે ભૂતકાળમાં કોન્ટ્રાકટ પર લેવામાં આવેલા છે. 

તેમની કરાર આધારિત ભરતીની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનુભવની લાયકાત જુદી હોય છે. કરાર આધારિત અંગેની જાહેરાતમાં સીધી ભરતીથી બાદદમાં ૫૦ ટકા અનામત આપવાનું જણાવેલું નથી. તો પછી આવા ઇજનેરોને પાછળથી સીધી ભરતીમાં અનામત આપવાનો લાભ કઇ રીતે આપી શકાય? સીધી ભરતીની જગ્યાઓ માટે બહાર કે અંદરના તમામ માટે એકસરખી તક હોય છે. કરાર આધારિત માટે અલગથી લાભ હોઇ શકે નહીં. સીધી ભરતીમાં જો આંતરિકને જ માણસોને ૫૦ ટકા લાભ આપવો હોય, તો તે સીધી ભરતી કઇરીતે કહેવાય તેવો સવાલ ઊઠાવ્યો છે. કરાર આધારિત ઇજનેરોને સીધી ભરતી મારફતે સ્પર્ધા કરી મેરિટ આધારે પણ ભરતી થઇ શકે છે.


Google NewsGoogle News