બે બોયફ્રેન્ડના ચક્કરમાં ફસાઇને બ્લેકમેલ થતી કોલેજીયન વિદ્યાર્થિનીએ કેવી રીતે છૂટકારો મેળવ્યો
પહેલા ફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું તો બીજા ફ્રેન્ડે અગાઉના ફ્રેન્ડના ફોટા-વીડિયો બતાવી માંગણી કરવા માંડી
વડોદરાઃ વડોદરા નજીકની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પહેલા બોયફ્રેન્ડના ફોટા અને વીડિયો બતાવી બ્લેકમેલ કરતા બીજા બોયફ્રેન્ડને છટકું ગોઠવી અભયમની સામે ઉભો કરી દીધો હતો અને ફોટા અને વીડિયો ડિલિટ કરાવી તેની સાથે પણ સબંધ તોડી નાંખ્યો હતો.
વડોદરાની વિદ્યાર્થિનીએ તેનો હાલનો બોયફ્રેન્ડ અગાઉના બોયફ્રેન્ડના ફોટા અને વીડિયો બતાવીને બ્લેકમેલ કરતો હોવાથી તેને એક ગાર્ડનમાં બોલાવ્યો છે તેમ કહી અભયમની મદદ માંગી હતી.વિદ્યાર્થિનીએ આપેલા સમય અને જગ્યા પર અભયમની ટીમ પહોંચી ત્યારે યુવતીની સાથે તેનો બોયફ્રેન્ડ મળી આવ્યો હતો.
વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે,મારે પહેલાં એક યુવક સાથે ફ્રેન્ડશિપ હતી.પરંતુ તેની સાથે બ્રેકઅપ થયું છે.બીજા ફ્રેન્ડને મારા અગાઉના સબંધ વિશે જાણ થતાં તે મને અગાઉના ફ્રેન્ડ સાથેના ફોટો અને વીડિયો હોવાની ધમકી આપી અઘટિત માંગણી કરતો હતો.
અભયમની ટીમે બીજા બોયફ્રેન્ડનો મોબાઇલ તપાસ્યો હતો અને ફોટા તેમજ વીડિયો ડિલિટ કરાવ્યા હતા.યુવકે હવે પછી હેરાન નહિં કરે તેવી ખાતરી પણ આપી હતી.પરંતુ વિદ્યાર્થિનીએ તેની સાથે સબંધ તોડી નાંખવાનો નિર્ણય લીધો હતો.જેથી યુવકે તેને ક્યારેય હેરાન નહિં કરે તેમ લખી આપ્યું હતું.