Get The App

યાકુતપુરામાં બાળકને ઠપકો આપવાના મુદ્દે ઘરમાં તોડફોડ

ચાર હુમલાખોરોએ લાકડી અને પાઇપથી આતંક મચાવ્યો

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
યાકુતપુરામાં બાળકને ઠપકો આપવાના મુદ્દે ઘરમાં તોડફોડ 1 - image

વડોદરા,યાકુતપુરામાં ઘર પાસે મૂકેલી રિક્ષા પર  પથ્થર મારનાર બાળકને ઠપકો આપનાર પરિવારના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી.  જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

યાકુતપુરા ચોરાની પાછળ રહેતા રૃક્સારબેન રહીશભાઇ શેખ ઘરકામ કરે છે. સિટિ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું  છે કે, ગઇકાલે રાતે સવા બાર વાગ્યે અમે ઘરે જતા  હતા. તે દરમિયાન નાના બાળકો બહાર રમતા  હતા. કોઇ બાળકે બહાર ઉભેલી અમારી રિક્ષા પર  પથ્થર મારતા હું અને મારા  પતિ ઘરની બહાર આવી જોતા એક છોકરો ભાગતો દેખાયો હતો. જેથી, અમે તેને પકડીને ઠપકો આપ્યો હતો. તે દરમિયાન એક મહિલા ઇગરાબેન અને તેના ચાચા સરફરાજે અમારા ઘરે આવી ઝઘડો કરી મારામારી કરી  હતી. દરમિયાન આજુબાજુના રહીશો આવી જતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી સરફરાજ તેના અન્ય મિત્રો રમીઝ, જીશાન તથા ઇરફાન સાથે અમારા ઘર પાસે આવીને ગાળો બોલવા લાગ્યો હતો. તેઓએ લાકડી અને  પાઇપ વડે અમારા ઘરમાં તેમજ રિક્ષામાં તોડફોડ કરી હતી. જતા જતા તેઓ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગયા હતા. જોકે, જે બાળકને ઠપકો આપ્યો તે બાળકને આરોપીઓ  કઇ રીતે ઓળખે છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News