વડોદરામાં ગેસની બોટલ, મોટરની ચોરી : પોલીસકર્મીએ ચા નાસ્તો લઈ આવો ત્યારબાદ ફરિયાદ નોંધીશું કહ્યાનો મકાન માલિકનો આક્ષેપ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News

વડોદરામાં ગેસની બોટલ, મોટરની ચોરી : પોલીસકર્મીએ ચા નાસ્તો લઈ આવો ત્યારબાદ ફરિયાદ નોંધીશું કહ્યાનો મકાન માલિકનો આક્ષેપ 1 - image

વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુંડાના મકાનમાંથી ગેસની બોટલ મોટર અને રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે ફરિયાદ નોંધાવવા ગયેલા મકાન માલિકને પહેલા ચા નાસ્તો લઈ આવો ત્યારબાદ ફરિયાદ નોંધીશું તેઓએ આક્ષેપ કર્યો છે.

 શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુંડાના મકાનમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે પરંતુ પોલીસ દ્વારા કોઈ ગમતા દાખવવામાં આવતી નથી. મંગળવારે નિશાન બનાવ્યું હતું અને ઘરમાં મુકેલો ગેસની બોટલ મોટર અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક ઘરે આવતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેથી તેઓ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. ત્યારે હાજર ફરિયાદ લેનાર પોલીસ કર્મીઓ દ્વારા તેમની પાસે પહેલા ચા નાસ્તો લઈ આવો ત્યારબાદ ફરિયાદ લેવામાં આવશે તે મકાન માલિકને જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી મકાન માલિક પોલીસ સામે નારાજી દર્શાવી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા માટેની તૈયારી દર્શાવી છે.


Google NewsGoogle News