વાવોલના વડવાળાવાસના મકાનમાંથી જુગારધામ પકડાયુંઃ10 જુગારી ઝબ્બે

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
વાવોલના વડવાળાવાસના મકાનમાંથી જુગારધામ પકડાયુંઃ10 જુગારી ઝબ્બે 1 - image


શ્રાવણ નજીક આવતા જુગારીઓની મોસમ ખીલી

પોલીસે રેડ કરતા દોડધામ મચી ગઇઃ૧૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ

ગાંધીનગર :  શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તેમ તેમ જુગારધામો પણ ધમધમતા થવા લાગ્યા છે. ગાંધીનગરના વાવોલ ગામમાં આવેલા વડવાળા વાસમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને પગલે સ્થાનિક પોલીસે રેડ કરતા અહીં દોડધામ મચી ગઇ હતી. જો કે, પોલીસે જુગાર રમતા દસ જુગારીઓને પકડી પાડયા હતા જ્યારે તેમની પાસેથી કુલ ૧૮ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો હતો.

શ્રામણ માસ નજીકમાં જ છે તે પૂર્વે ખેલીઓ પત્તા લઇને બેસી ગયા છે. આવી સ્થિતિમાં પોલીસે પણ બાતમીદારોને સતર્ક કરી દીધા છે. સેક્ટર-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, વાવોલના વડવાળાવાસ ખાતે રહેતો દિલીપ ભીખાજી ઠાકોરનાં ઘરે જુગાર ધામ ધમધમી રહ્યું છે.જેના પગલે પોલીસે રેડ પાડી હતી.પોલીસના દરોડાથી દોડધામ મચી ગઇ હતી. પોલીસે અહીંથી જુગાર રમતા અને રમાડતા કુલ ૧૦ શખ્સોને પકડી પાડયા હતા. જેમાં વાવોલના દિલીપ ઠાકોર ઉપરાંત રાવળવાસના વિશાલ ચંદુભાઇ રાવળ, કુબેરનગરના છબીરામ હેમનાથ શર્મા, દરબારવાસના ધર્મેન્દ્રસિંહ અભેસીંહ ગોલ, તરપોજવાસના ગુંજન ગોબરભાઇ દેસાઇ તથા જયેશજી ચંદનજી ઠાકોર અને વિજય લક્ષ્મણભાઇ ઠાકોર ઉપરાંતમાણસા ધોળાકુવાના રીંકુજી જયંતીજી ઠાકોર, અલ્પેશ કાનાજી ઠાકોર, કલોલ ઇસંડના મુકેશ આત્મારામ ઠાકોરનો સમાવેશ થાય છે.આ તમામ જુગારીઓ પાસેથી ૧૮ હજારથી વધુની રોકડ અને પત્તા મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે આ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Google NewsGoogle News