હોટલ આગમનના મેનેજરે પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ન કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
હોટલ આગમનના મેનેજરે પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ન કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ 1 - image


Image: Freepik

વડોદરાના હરણી સ્થિત “હોટલ આગમન" ખાતે નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં હોટલમાં આવનાર મુસાફરોના રોકાણ અંગેની નોંધણી નહિ કરી પોલીસના જાહેરનામાના ભંગ બાબતે એસ.ઓ.જી. પોલીસ દ્વારા હરણી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એસઓજીના પી.એસ.આઇ. એ ફરીયાદ નોંધાવી છે કે, તેઓ સ્ટાફના માણસો સાથે શહેરમાં આવેલ મુસાફરોને રહેવાની સગવડ પુરી પાડતા દરેક સ્થળો હોટલો, લોજ, ધર્મશાળા, બોડીંગ તથા મુસાફરખાનાઓનુ ચેકીંગ કરવું તેમજ તેઓ તરફથી પથિક સોફ્ટવેર ઇસ્ટોલ કરવામાં આવેલ છે કે કેમ ? તથા તેઓના રજીસ્ટરમા થતી તમામ એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓન લાઇન એન્ટ્રીઓ ઇન્સ્ટોલ કરેલ છે કે કેમ ? તથા હોટલમા આવતા જતા મુસાફરોના વિઝીટીંગ કાર્ડ, આઇ.ડી. પ્રુફ, મોબા ઇલ નંબર તથા હોટલમા સી.સી.ટી.વી. કેમેરા લગાડેલ છે કે કેમ ? અને લગાડેલ હોય તો છેલ્લા ત્રણ માસનુ બેકઅપ રાખવામા આવેલ છે કે કેમ ? તે બાબતે તમામ હોટલોનુ ચેકીંગ હાથ ધરવાની અને જે સંચાલકો તરફથી પથિક સોફ્ટવે૨ ઇન્સ્ટોલ કરવામા આવેલ ન હોય અને એન્ટ્રીઓ ઓનલાઇન કરેલ ન હોય અને સી.સી.ટી.વી. કેમેરા લગાડેલ ન હોય કે તેનુ નિયમ મુજબ બેકઅપ રાખેલ ન હોય તેવા સંચાલકો વિરૂધ્ધ જી.પી.એક્ટ કલમ અન્વયે જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવી તે મુજબની સુચનાઓ મળેલ હોય તે આધારે શહેર વિસ્તારમાં હોટલ ચેકીંગમાં કરવામાં આવ્યું હતું. દરમ્યાન ગોલ્ડન ચોકડી પાસે, નેશનલ હાઇવે નં.૮ દરજીપુરા ખાતે આવેલ “હોટલ આગમન" હરણી ખાતે આવતા હોટલ ચેક કરતા કાઉન્ટર ઉપર એક ઇસમ હાજર મળી આવેલ. તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ ગણેશ ખેમરાજજી મીણા (હાલ રહે. આગમન હોટલ, ને.હા.૮, દરજીપુરા ગો૯ડન ચોકડી પાસે, મુળ રહે. ગામ સીડ, બસ સ્ટેન્ડ પાસે, સડક વાલે ઘર, તા. કાનોડ જિ. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોતે હોટલના મેનેજર હોવાનુ જણાવેલ તેઓને હોટલમાં પથિક સોફ્ટવેરમાં આવેલ ગ્રાહ કોની નોંધણી કરેલ છે કે કેમ? તે બાબતે પુછતા પોતે ગ્રાહક રજીસ્ટરમાં નોંધ કરેલ છે. પરંતુ પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એંટ્રી કરેલ નથી. આમ આવતા જતા મુસાફરોની રોકાણ અંગેની નોંધણી રજીસ્ટરમા જોતા નોંધ કરવામા આવેલ છે. ૫રંતુ પથિક સોફ્ટવેરમાં મુસાફરોના રોકાણ અંગેની નોધ કરવામાં આવેલ નથી. જેથી ગણેશ ખેમરાજજી મીણા વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News