Get The App

વરણામા હાઇવે પર ઉભી રહેલી ટ્રકમાં બૂલેટ ચાલક ઘૂસી જતા કરૃણ મોત

જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બે સિનિયર સિટિઝન અને એક યુવકે જીવ ગુમાવ્યા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
વરણામા હાઇવે પર ઉભી રહેલી ટ્રકમાં બૂલેટ ચાલક ઘૂસી જતા કરૃણ મોત 1 - image

વડોદરા,જિલ્લામાં માર્ગ અકસ્માતના ચાર બનાવમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પાદરામાં પીકઅપ વાન અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત થતા મહિલા કંડક્ટર અને મુસાફરને ઇજા થઇ હતી.

કારેલીબાગ અશોક નગર પાસે અલ અમીન કોમ્પલેક્સમાં રહેતો ૨૯ વર્ષનો શોયેબ ઇન્સ્યોરન્સ કંપનીમાં સર્વેયર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સવારે તે બૂલેટ લઇને સવારે અંકલેશ્વર તરફ ફિલ્ડમાં જવા માટે નીકળ્યો હતો. વરણામા  ગામ બાબરિયા કોલેજની સામે એક ટ્રક  રસ્તા પર ઉભી હતી. જેના પાછળ કોઇ સંકેત લગાડયો નહતો. જેથી, શોયેબ ધડાકાભેર ટ્રકમાં અથડાતા તેને માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું.

અન્ય એક બનાવમાં કિશનવાડી સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા સુધીરભાઇ હીરાભાઇ રામોડે સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરે છે. ગત તા.૨૯ મી એ તેઓ સાઇકલ લઇને  આવતા  હતા. તે સમયે આજવા રોડ પર અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેઓનું મોત થયું છે.

કરજણ તાલુકાના સાંસરોદ ગામે રહેતાં યુનુસ સુલેમાન દશું ગત તા.૩૦ મી  એ સ્કૂટર લઇને સાંસરોદ થી પાલેજ તરફ જતા હતા. તે દરમિયાન ને.હા.૪૮ ના ભરૃચ વડોદરા ટ્રેક ઉપર પૂરઝડપે આવતી  આઇશર ગાડીએ સ્કૂટરને પાછળથી ટક્કર મારતા  યુનુસ દશુ ઉ.વ.૬૧)રોડ ઉપર ફંગોળાઈ જતાં માથામાં  ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે  તેમનું કરુણ મોત થયું હતું.


પાદરા - જંબુસર રોડ પર એસ.ટી.અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત 

વડોદરા,વડોદરાના પાદરા ડિવિઝનમાં એસ.ટી.બસના ડ્રાઇવર સુરેશ કાનજીભાઇ પરમાર ગઇકાલે તેઓ મહિલા કંડક્ટર સાથે એસ.ટી.બસ લઇને પાદરાથી જંબુસર જતા હતા.પાદરા - જંબુસર રોડ પર એક પીકઅપ વાનના ડ્રાઇવરે વાન એસ.ટી.બસને અથાડી હતી. જેથી, બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. અને બસમાં બેસેલા મહિલા કંડક્ટર સહિત બે ને ઇજા થઇ હતી. જ્યારે પીકઅપ વાનના ડ્રાઇવરને પણ માથામાં ઇજા થઇ હતી.


Google NewsGoogle News