કલોલના નારદીપુરમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ હજૂ દૂર કરાયા નથી
ચૂંટણી જાહેર થયાના ૨૪ કલાક બાદ પણ બેનર હટાવવામાં તંત્રની આળસ
કલોલ : લોકસભા ચુંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રાજકીય પક્ષો અને સરકારી હોર્ડિંગ્સ યથાવત રહેતા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા બેનર અને હોર્ડિંગ્સ ક્યારે દુર કરવામાં આવશે તેવો સવાલ ખડો થયો છે.
સમગ્ર દેશમાં નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે આચારસંહિતા લગાવી
દેવાઈ છે. નિયમ અનુસાર જાહેર તેમજ ખાનગી સ્થળોએ કોઈપણ પક્ષનું નિશાન, બેનર કે ઝંડો પ્રદશત
કરી શકાતો નથી. જોકે કલોલમાં તંત્રની આળસને કારણે અનેક જગ્યાએ રાજકીય પક્ષોના ધ્વજ,હોડગ્સ,ભીતચિત્રો અને બેનર
જોવા મળી રહ્યા છે.
કલોલના નારદીપુર ગામમાં રાજકીય પક્ષોના બેનર અને હોડગ્સ
લગાવવામાં આવ્યા છે. ચુંટણી જાહેર થઇ તેને ૨૪ કલાક વીતી ગયા બાદ પણ ગામમાંથી આ
બેનર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા નથી. હોડગ્સને કારણે આચારસંહિતાનો ભંગ થઇ
રહ્યો છે.આ હોડીગ્સ હટાવતા તંત્રને કોનો ડર લાગી રહ્યો છે તેવી ચર્ચા પણ જામી છે.