હિટવેવની ઇફેક્ટ,બરોડા ડેરીની છાશ અને આઇસ્ક્રિમનું વેચાણ બે મહિનામાં ડબલ
વડોદરાઃ ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે ત્યારે ેતેનાથી બચવા માટે છાશ,લીંંબુ સરબત વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હિટવેવને કારણે બરોડા ડેરીના છાશ અને આઇસ્ક્રિમના વેચાણના આંકડા પણ ઝડપભેર ઉપર જઇ રહ્યા છે.ગરીબોનું પીણું ગણાતી છાશનું વેચાણ ફેબુ્રઆરી મહિનામાં રોજનું સરેરાશ ૬૧૪૮૯ લિટર હતું.જે મે મહિનામાં લગભગ બમણું થઇને સરેરાશ ૧.૧૩ લાખ લીટર ઉપર પહોંચ્યું છે.
ડેરીના ઉપપ્રમુખે કહ્યું છે કે,ગઇકાલે તા.૨૧મીએ સૌથી વધુ ગરમી હતી ત્યારે છાશનું વેચાણ ૧.૩૯ લાખ લિટર થયું હતું.આવી જ રીતે આઇસ્ક્રિમનું વેચાણ ફેબુ્રઆરીમાં સરેરાશ રોજનું ૫૩૪૫ લીટર હતું.જે મે મહિનામાં વધીને રોજનું સરેરાશ ૯૯૯૮ લીટર થયું છે.હજી મે મહિનામાં એક સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે આ આંકડા પણ ઉપર જશે.