ઐતિહાસિક ઇમારતો, ન્યાય મંદિર અને લાલ કોર્ટના નવીનીકરણ માટે રૂ. 71.10 કરોડનો અંદાજિત ખર્ચ કરાશે
Image Source: Freepik
વડોદરા, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર
વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો ન્યાય મંદિર તેમજ લાલ કોર્ટના નવીનીકરણનું આયોજન કરવામાં આવનાર છે આ અંગે વિવિધ ત્રણ ફેસમાં કુલ રૂ. ૭૧.૧૦ કરોડનો ખર્ચ કરાશે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેમજ લાલ કોર્ટના નવીનીકરણનું આયોજન કરાયું છે આ અંગે હેરિટેજ કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરાય છે ન્યાય મંદિરના નવીનીકરણનો પ્રાથમિક અંદાજ પ્રથમ ફેઝમાં રૂપિયા ૨૯.૭૦ કરોડ, ફેઝ-૨માં રૂપિયા ૧૯.૮૦ કરોડ અને ફેઝ-૩માં રૂપિયા ૨૨.૬૦ કરોડ મળીને કુલ રૂપિયા ૭૧.૧૦ કરોડના ખર્ચ અંગેનું કામ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે.
ઉલ્લેખનીય છે કે લાલ કોર્ટમાં ક્લાસિક કાફે તથા ટુરિસ્ટ સેન્ટર નો ઉપયોગ થાય તેવું આયોજન છે જેના પ્રાંગણમાં કાફેટેરિયા, ગ્રાઉન્ડ ફ્લોરમાં પેઇન્ટિગ બનાવવા માટેનો સ્ટુડિયો સ્કલ્પચર્સ વર્કશોપ, પ્રખ્યાત આર્ટિસ્ટના પેન્ટિંગ, પોર્ટ્રેટ્સ ના પ્રદર્શન માટેની જગ્યા પ્રથમ માલ પર ઐતિહાસિક સ્મરણોના પ્રદર્શન માટેનું મ્યુઝિયમ વિકસાવવાનું આયોજન છે.
જેમાં બીજા માળે વડોદરા ના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમણે શહેરને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકાર્યું છે જેમાં રાજા રવિવારમાં તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીવન મહાનુભાવો સહિત અસંખ્ય અન્ય મહાનુભાવો સામેલ કરાશે આ ઉપરાંત શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩ માટે સમર્પિત જગ્યા હશે જે એક આધુનિક અને સમૃદ્ધ વડોદરા ના આર્કિટેક હતા આ અંગે પ્રાથમિક તબક્કે અંદાજિત રૂપિયા 10 કરોડ જેવો ખર્ચ થશે.