વડોદરાના વિવાદાસ્પદ વ્હાઇટ હાઉસ તોડવાની કામગીરી પર હાઇકોર્ટનો સ્ટેટસકો
વડોદરા,તા.15 ફેબ્રુઆરી 2023,બુધવાર
વાઘોડિયા રોડ વિસ્તારમાં સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ બંગલો તેમજ બાંધકામની સ્કીમના મકાનો તોડી પાડવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન હાઇકોર્ટનો સ્ટેટસકો આવતા કામગીરી રોકી દેવી પડી હતી.
વ્હાઇટ હાઉસની કમ્પાઉન્ડ વોલ તેમજ ટેરેસનો ભાગ તોડવાની કામગીરી શરૂ થાય ત્યાં જ કેટલાક લોકોએ સ્થળ પર આવીએ પ્રાંત અધિકારીને હાઇકોર્ટના સ્ટેટસકો હોવાની જાણ કરતા તેમણે સરકારી વકીલ સાથે વાતચીત કરી હતી.
હાઇકોર્ટ બપોર અઢી વાગ્યા સુધી સ્ટેટસ કો આપ્યો હોવાની વિગતોને પગલે વહીવટી તંત્રએ બપોરે 12.20 કલાકે તોડફોડની કામગીરી અટકાવી દીધી હતી.
વધુ વાંચો : વડોદરા : દંતેશ્વરની વિવાદાસ્પદ વ્હાઇટ હાઉસની સરકારી જમીન પરના દબાણો તોડવાની શરૂઆત