Get The App

અકોટામાં કોર્પોરેશનની ટીમ પર પશુપાલકોનો હુમલો,ગાય છોડાવી ગયા

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
અકોટામાં કોર્પોરેશનની ટીમ પર પશુપાલકોનો  હુમલો,ગાય છોડાવી ગયા 1 - image

 વડોદરાઃ અકોટા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ પર હુમલો કરીને ગાય છોડાવી લીધી હોવાનો બનાવ  બનતાં પોલીસે ત્રણ હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.

કોર્પોરેશનમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી ટીમના ભવાનીસિંગ કનોજિયાએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે બપોરે અમે ટીમ સાથે અકોટા વિસ્તારમાં નીકળ્યા હતા અને સુધરાઇકોલોની પાસે રખડતી ત્રણ ગાયો પકડી હતી.

આ વખતે ત્રણ જણાએ અમારી સાથે બોલાચાલી કરી હતી અને અજય તેમજ સંતોષ  નામના બે કર્મચારી સાથે હાથાપાઇ કરી ત્રણમાંથી એક ગાય છોડાવી હતી.જ્યારે બે ગાયને અમે ઢોર ડબ્બામાં પુરવા માટે લઇ ગયા હતા.

આ બનાવમાં હુમલાખોર ઓળખી શકાયા નથી.પરંતુ ટીમ દ્વારા સમગ્ર બનાવની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.જેથી અકોટા પોલીસે સરકારી કામમાં રૃકાવટ કરવા બદલ ત્રણ જણા સામે ગુનો નોંધી તેમની શોધકોળ હાથ ધરી છે.


Google NewsGoogle News