પોલીસની હાજરી છતાં ગોલ્ડન ચોકડી પાસે ગાયો પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો,ચારને ઇજા

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
પોલીસની હાજરી છતાં ગોલ્ડન ચોકડી પાસે ગાયો પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો,ચારને ઇજા 1 - image

વડોદરાઃ રખડતા ઢોરો પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં આજે ફરી એક વાર કોર્પોરેશનની ટીમ પર હિચકારો હુમલાનો બનાવ બન્યો હતો.

કોર્પોરેશનની દબાણ શાખાના પ્રદીપભાઇ જાદવે પોલીસને કહ્યું છે કે,આજે બપોરે અમે પોલીસને સાથે રાખી ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક વાછરડી અને એક ગાય પકડતાં કેટલાક પશુપાલકો એકાએક દોડી આવ્યા હતા.

આ દરમિયાન નજીક આવેલા ત્રણ પશુપાલકો પૈકી બે પાસે ડાંગ અને ચપ્પુ હતા.તેમણે મારા હાથે ડાંગ ફટકારી હતી.ત્યારબાદ ધર્મેન્દ્ર સોલંકીને પણ ડાંગ ફટકારી હતી.જ્યારે,આદિત્ય  ચુનારાને કમરના ભાગે ડાંગનો ફટકો માર્યો હતો.યોગેશ ભાઇ પંચાલ દોડી આવતાં તેમના આંખની ઉપર કપાળના ભાગે પથ્થર વડે હુમલો કરતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા અને ત્રણ ટાંકા આવ્યા હતા.

ઉપરોક્ત બનાવ બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.જે પૈકી એક જણ તેનું  બાઇક છોડીને જતાં હરણી પોલીસે બાઇક કબજે કરી હુમલાખોરો સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.


Google NewsGoogle News