Get The App

વડોદરાના સમા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ઉપર પશુપાલકોનો હુમલો, ગાયો છોડાવી ગયા

Updated: Mar 26th, 2024


Google News
Google News
વડોદરાના સમા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ઉપર પશુપાલકોનો હુમલો, ગાયો છોડાવી ગયા 1 - image

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

વડોદરાના સમા વિસ્તારમાં સોમવારે મોડી રાતે ગાયો પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો થતાં બે કર્મચારીને ઈજા થઈ હતી.

સમાના સુભાષ પાર્ક વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ રાતે ઢોર પકડવા નીકળ્યા હતા ત્યારે બે ગાયો હાથમાં આવતા બંને ગાયોને વાહનમાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન છ થી આઠ જેટલા પશુપાલકો દોડી આવ્યા હતા અને કોર્પોરેશનની ટીમ સાથે ઝપાઝપી કરી હતી. એક તબક્કે કોર્પોરેશનના વાહનો ઉપર પથ્થરો મારતા વાહનને નુકસાન પહોંચ્યું હતું ‌ પશુપાલકો ગાયો છોડાવી જવામાં સફળ રહ્યા હતા. આ હુમલામાં બે કર્મચારીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. સમા પોલીસે ભાગી ગયેલા પશુપાલકોની બે બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
VadodaraVadodara-CorporationHerdsmenAttack-on-VMC-TeamStray-CattleStray-Cattle-Rescue

Google News
Google News