હેમાંગ જોશી રંજનબેનની લીડનો રેકોર્ડ તોડી ન શક્યા

દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના ઉમેદવારે ગઈ ચૂંટણીની લીડનો રેકોર્ડ તોડયો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
હેમાંગ જોશી રંજનબેનની લીડનો રેકોર્ડ તોડી ન શક્યા 1 - image

વડોદરા,વડોદરા બેઠક પરથી ભાજપના યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશી ૫,૮૨,૧૨૬ની જંગી લીડથી ચૂંટણી જીતી ગયા છે.  જો કે રંજનબેન ભટ્ટનો રેકોર્ડ તેઓ તોડી શક્યા નથી.

૨૦૧૯માં રંજનબેન ભટ્ટ ૫,૮૭,૮૨૫ મતોની જંગી લીડથી વિજયી થયા હતા. હેમાંગ જોશીએ વર્ષ ૨૦૧૪માં વડોદરા બેઠક પર સૌથી વધુ લીડનો નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડયો છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડોદરા બેઠક ૫.૭૦ લાખની સરસાઈથી જીત્યા હતા. મોદી વડોદરા ઉપરાંત વારાણસીથી પણ લડયા હતા અને તેમણે વારાણસીની બેઠક જાળવી રાખી હતી અને વડોદરા બેઠક ખાલી કરી હતી. વડોદરામાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જે રંજનબેન ભટ્ટ લડયા હતા, અને જીત્યા હતા. આ વખતે ભાજપના કાર્યકરો પણ કહેતા હતા કે હેમાંગ રંજનબેનનો રેકોર્ડ નહીં તોડી શકે.

મધ્ય ગુજરાતની પાંચ પૈકી છોટાઉદેપુર બેઠક પરથી ભાજપનાં જશુભાઈ રાઠવાએ ૨૦૧૯માં ગીતાબેન રાઠવાની ૩૭૫૫૭૫ લીડનો રેકોર્ડ તોડી નાખીને જીત મેળવી છે. જશુભાઈ રાઠવા ૩૯૩૪૭૧ મતોની લીડથી જીત્યા છે.

પંચમહાલ બેઠકનો પણ ૨૦૧૯ નો રતનસિંહ રાઠોડનો ૪૨૮૬૦૧ લીડનો રેકોર્ડ આ વખતે નવા ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ૫૦૫૧૦૭ની લીડ મેળવીને તોડી નાખ્યો છે. દાહોદમાં પણ જશવંતસિંહે ગઈ ચૂંટણીમાં ૧૨૭૫૯૬ ની જે લીડ હતી તેનો રેકોર્ડ તોડી ૩૩૩૩૯૬ ની સરસાઈ સાથે વિજય મેળવ્યો છે.


Google NewsGoogle News