ઘર ખાલી કરવાની દિકરાની ધમકી સામે વિધવા માતા લાચારઃતંત્ર મદદે
દહેગામ તાલુકાના ગામમાં છોરૃ કછોરૃ થયું
પેરેન્ટ એક્ટ હેઠળ બન્ને દિકરાને નોટિસ આપી બોલાવાશે સમાધાનકારી વલણ અપનાવી માતાને સાથે રાખવા ટકોર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા એક ગામમાં રહેતા
૭૫ વર્ષિય વૃધ્ધા અન્ય એક મહિલાના સથવારે ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા
અહીં જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવેને તેમણે પોતાની કરૃણ કહાની સંભળાવી હતી. આ ૭૫
વર્ષિય વૃધ્ધ મહિલાએ કહ્યું હતું કે,
તેમના પતિનું ઘણા વખત પહેલા અવસાન થયું ગયું હતું તેઓ તેમના બે દિકરા સાથે
ગામમાં પોતાની જ ઓરડીમાં રહે છે પરંતુ ઘણા વખતથી તેમનો મોટો દિકરો તેમને હેરાન કરી
રહ્યો છે અને ઘર ખાલી કરીને જતા રહેવા માટે ધમકીઓ આપી રહ્યો છે. જેનાથી તેઓ કંટાળી
ગયા છે અને તેમણે જાય તો ક્યાં જાય...?તેવા
વેધક સવાલો કલેક્ટરને કર્યા હતા.
આ પારિવારિક સંવેદનસીલ બાબતે સુખદ અને યોગ્ય નિકાલ કરવા
તેમણે ગાંધીનગર પ્રાંત અધિકારીને સુચન કર્યું હતું જેના પગલે આ વિધવા વૃધ્ધ અને
લાચાર માતાની કથની સાંભળી પ્રાંત અધિકારીએ તાત્કાલિક પેરેન્ટ્સ એક્ટ હેઠળ
કાર્યવાહી કરવા માટેનો નિર્ણય લીધો હતો જેના પગલે આગામી દિવસોમાં આ વૃધ્ધ માતાનો
મોટો દિકરો કે જે તેની માતાને ધમકીઓ આપે છે તેને તથા તેના નાના દિકરાને નોટિસ
આપીને બોલાવવામાં આવશે અને સુખદ સામાજિક સમાધાન કરવા માટે કાઉન્સલીંગ પણ કરવામાં
આવશે એટલુ જ નહીં, માતાને
સાથે નહીં રાખે અને વર્તનમાં સુધારો નહીં કરે તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
કાયદેસરની કાર્યવાહીનો વિકલ્પ પણ એક્ટ હેઠળ અપનાવવામાં આવશે.