રાજસ્થાન અને એમપીમાં ચૂંટણીને પગલે ગુનેગારાેને શોધવા ગુજરાત પોલીસની મદદ માંગી, વડોદરામાં 3 પકડાયા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
રાજસ્થાન અને એમપીમાં ચૂંટણીને પગલે ગુનેગારાેને શોધવા ગુજરાત પોલીસની મદદ માંગી, વડોદરામાં 3 પકડાયા 1 - image

વડોદરાઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાન સભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હોવાથી ગુજરાતમાં આશ્રય લેતા હોય તેવા ત્યાંના ગુનેગારોને શોધવા માટે ગુજરાત પોલીસની મદદ માંગવામાં આવી છે.

રાજસ્થાન અને એમપીના ચેક  બાઉન્સ, લેબર કોર્ટ અને દેશી તમંચામાં મદદગારીના કેસના ત્રણ આરોપી વડોદરામાં રહેતા હોવાથી જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચનાને પગલે પેરોલ ફર્લો સ્કવોડના  પીએસઆઇ કે જે વસાવા અને ટીમે આરોપીઓની શોધખોળ કરી હતી.

પોલીસે હિમાંશુ જગદીશપ્રસાદ સપ્તઋષિ(રાજમહેલરોડ,વડોદરા), ભારતસિંહ મહારાજસિંહ યાદવ( બાજવા- કરોડીયા રોડ) અને ઇન્દવર્ધન વિઠ્ઠલદાસ (વાડી ચોખંડી)ને ઝડપી પાડતાં બંને રાજ્યોની પોલીસ તેમને લઇ ગઇ છે.


Google NewsGoogle News