વડોદરા શહેરમાં બપોરથી કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત : ઠેર-ઠેર પાણી ભરાયા
Monsoon Season at Vadodara : વડોદરા શહેરમાં આજે બપોરે 12:00 વાગ્યાથી કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં નજીવા વરસાદ છતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી હજી ઉતરતા નથી. જ્યારે બીજી બાજુ આજે સવારથી જ શહેરમાં વાદળીયું વરસાદી વાતાવરણ રહ્યું હતું. જોકે દિવસભર સતત ઉકળાટ રહે છે બપોરે ઉનાળાના દિવસો યાદ આવે તેવું ગરમીનો અહેસાસની પ્રતીતિ થાય છે.
આજે વહેલી સવારથી જ વરસાદી વાદળીયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જે સતત બે થી અઢી કલાક સુધી ચાલુ રહ્યો છે. જેને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કોર્પોરેશનનું તંત્ર પાણીના નિકાલ માટે કસરત કરી રહ્યું છે. એક બાજુ કડાકા-ભડાકા સાથે વરસાદને કારણે પાણી રસ્તા પર ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનેક વાહન ચાલકોના વાહનોમાં પાણી ભરાઈ જતા ધક્કા મારીને બહાર કાઢવા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.