ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે વરસાદની ધડબડાટી

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે વરસાદની ધડબડાટી 1 - image


વાદળછાયા વાતાવરણમા બે દિવસના વિરામ બાદ

પાટનગર અને માણસામાં એક ઇંચ,કલોલ- દહેગામ પંથકમાં વરસાદી માહોલ :  નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ બાદ વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો હતો.ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સોમવારે જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ હતી.તો બપોર બાદ શરૃ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.ત્યારે માણસા અને ગાંધીનગર શહેરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડયો હતો. તો બીજી તરફ દહેગામ, કલોલ અને ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.ત્યારે ઘણા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે રહીશો પરેશાન થઈ ગયા હતા.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે એક સપ્તાહ મોડા વરસ્યા હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા.તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસના વિરામ બાદ વરસાદની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ પડયો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બે દિવસના વિરામ બાદ સોમવારે બપોર બાદ ધોધમાર વરસાદ પડયો હતો. બીજી તરફ  ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જે અંતર્ગત છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. તો દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં  વરસાદ નોંધાયો છે.જિલ્લાના માણસા તાલુકામાં સાંજના બે કલાક દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો હતો.જેના પગલે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.તો બીજી તરફ સ્થાનિક રહીશો પણ વરસાદમાં પરેશાન થઈ ગયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આમ સોમવારે બપોર બાદ રાજ્યના પાટનગરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડતા નગરજનોએ બફારામાંથી રાહત મેળવી છે તો બીજી તરફ જિલ્લાના દહેગામ અને કલોલ તાલુકામાં પણ મેઘરાજાની મહેર થઈ છે.વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો  અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા.ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી. તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Google NewsGoogle News