સાંજે ધોધમાર વરસાદ અલકાપુરી ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ કરાયું

વાહન ચાલકો અટવાતા ટ્રાફિક જામ સર્જાયો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
સાંજે ધોધમાર વરસાદ  અલકાપુરી ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ કરાયું 1 - image

વડોદરા,શહેરમાં સાંજે ઓફિસ છૂટવાના સમયે જ ધોધમાર વરસાદ  તૂટી પડતા અલકાપુરીનું ગરનાળુ ફરીથી પાણીથી ભરાઇ ગયુ હતું. તેના કારણે વાહન વ્યવહાર માટે ગરનાળુ બંધ કરી દેવાયું હતું.

આખો દિવસ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડયા પછી સમી સાંજે શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. પાણીના યોગ્ય નિકાલના અભાવે ઠેર - ઠેર વરસાદી  પાણીનો ભરાવો થયો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના અલકાપુરી ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર માટે ગરનાળુ બંધ કરી દેવાયું હતું. નોકરીથી છૂટવાના સમયે જળબંબાકારના કારણે અલકાપુરી ગરનાળામાંથી જતા વાહન ચાલકો અટવાઇ ગયા હતા. તેઓ અન્ય રસ્તે ડાયવર્ડ થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.


Google NewsGoogle News