તા.28મીએ ભારે વરસાદની આગાહી: વાલી મંડળ દ્વારા શાળાઓમાં રજાની માંગ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
તા.28મીએ ભારે વરસાદની આગાહી: વાલી મંડળ દ્વારા શાળાઓમાં રજાની માંગ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

દિવાળી નવા વર્ષના દિવસોથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાય છે અને આગામી દિવસોમાં માવઠાથી ભારે વરસાદની આગાહી થઈ છે અને  દિવાળીના વેકેશન બાદ શૈક્ષણિક સત્રનો  દિવાળી પછીના દિવસના પ્રારંભે ભારે વરસાદની આગાહી થઈ છે ત્યારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા તા. ૨૮મીએ શાળાઓમાં રજા જાહેર કરવા માંગ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ દેવ દિવાળી બાદ થઈ રહ્યો છે.

જ્યારે બીજી બાજુ માવઠા ના કારણે આગામી તા ૨૮મી એ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા થઈ છે જેથી બાળકોના હિતમાં શહેરની તમામ શાળાઓમાં તા ૨૮મીએ રજા જાહેર કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.


Google NewsGoogle News