બાળક ગુમાવનાર માતાનો કરુણ મેસજ વડોદરા ભાજપ કોર્પોરેટરે મૂક્યો: 'સિયાસત દેખ તેરી લાપરવાહી કે સબૂત આતે હૈ, ઓલાદ ભેજીથી લૌટ કર ક્યું તાબૂત આતે હૈ'

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
બાળક ગુમાવનાર માતાનો કરુણ મેસજ વડોદરા ભાજપ કોર્પોરેટરે મૂક્યો: 'સિયાસત દેખ તેરી લાપરવાહી કે સબૂત આતે હૈ, ઓલાદ ભેજીથી લૌટ કર ક્યું તાબૂત આતે હૈ' 1 - image

વડોદરા,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર

'સિયાસત દેખ તેરી લાપરવાહી કે સબૂત બહાર આતે હૈ, ઓલાદ ભેજી થી કયો તાબૂત બનકે આઈ. એવી વ્યથા લેક ઝોનમાં બાળક ગુમાવનાર વ્યથિત મા સોશિયલ મીડિયામાં અને વોર્ડ નં.15 ભાજપના કોર્પોરેટરને મોકલી છે પરંતુ, આશિષ જોશીએ દુર્ઘટના અંગે સ્વજન બાળકો ગુમાવનારાઓની માફી માંગી છે અને કોર્પોરેશન મ્યુ. કમી.ને પાંચ દિવસ અગાઉ તંત્રના જવાબદારો સામે પગલાં લેવા જણાવ્યું હોવા છતાં તપાસ ચાલુ હોવાનું ગાન પાલિકા દ્વારા સતત કહેવાય રહ્યું છે. પરંતુ તંત્રની જવાબદારીઓ અગાઉથી જ કેમ નક્કી નથી કરાઈ એ અંગે તો તો ચર્ચા જાગી છે.

 બાળક ગુમાવનાર માતાનો કરુણ મેસજ વડોદરા ભાજપ કોર્પોરેટરે મૂક્યો: 'સિયાસત દેખ તેરી લાપરવાહી કે સબૂત આતે હૈ, ઓલાદ ભેજીથી લૌટ કર ક્યું તાબૂત આતે હૈ' 2 - image

ઉલ્લેખનીય છે કે હરણી લેક ઝોન દુર્ઘટના નવ દિવસ અગાઉ સર્જાઇ હતી. એમાં પોલીસ અને કલેક્ટર દ્વારા જરૂરી કાર્યવાહીઓ સતત થઈ રહી છે પરંતુ ભાજપના કોર્પોરેટર આશિષ જોશી મ્યુ. કમી.ને પાંચ દિવસ અગાઉ લખેલા પત્રમાં પાલિકા તંત્રના જવાબદાર જે તે અધિકારીઓ સામે પગલા લેવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પૂછતા જ કરતા તંત્ર દ્વારા જણાવ્યું હતું  દુર્ઘટનામાં તંત્રના જવાબદારો અંગે તપાસ ચાલી રહી છે પરંતુ જે તે વખતે હોડી દુર્ઘટનાનો પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ અપાયા બાદ મોનિટરિંગ સહિત અન્ય જવાબદારીઓ નક્કી થયેલી જ હોય છે કે કોન્ટ્રાક્ટ કોણે આપ્યો, કોન્ટ્રાક્ટ આપવા પાછળ સલામતીના કયા કયા કારણો સહિત વિવિધ જવાબદારીઓમાં જે તે અધિકારીઓ સહિત સહીઓ કરનાર તથા પાલિકાના તત્કાલીન અધિકારીઓ અને પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો જવાબદાર હોવાનો આક્ષેપ ભાજપ કોર્પોરેટર આશિષ શાહે કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની સ્થાયી સમિતિની સભામાં માત્ર કામકાજ અને કોન્ટ્રાક્ટ આપવા તથા શહેરના વિવિધ કામો અંગે સૌ કોઈ અંદરો અંદર સૌ કોઈ સ્ટેન્ડિંગ કમિટી સભ્યો પોતપોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કામકાજ અપાવવામાં સતત રજા પછી આ હોવાની બાબતથી અજાણ નથી.

 છતાં કસુરવાન જવાબદાર પાલિકા તંત્રના અધિકારીઓને છાવરવાના ઇરાદે તપાસ ચાલુ હોવાનું તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ કોર્પોરેટર આશિષ જોષીએ બાળકો ગુમાવનાર તમામ વાલીઓને ન્યાય અપાવવા પ્રાણ લીધું છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અયોધ્યા ખાતે ભગવાન રામજીના દર્શન કરવા જશે નહીં તેવી જાહેરાત કરી છે.

 હરણી લેક ઝોનની કરુણાંતિકા સર્જાયાના નવ દિવસ બાદ જ્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા અને કલેકટર દ્વારા તપાસનો સતત ધમધમાટ ચાલુ છે ત્યારે પાલિકા તંત્ર દુર્ઘટનામાં ખાતાના જવાબદાર અધિકારીઓ કોણ એ અંગે પણ નક્કી કરી શક્યું નથી અને માનીતા અને વગદારને છાવરવા માટે તપાસ ચાલુ હોવાનું હજી રટણ કરી રહી છે ત્યારે ચોક્કસપણે જવાબદારીઓ ક્યારે નક્કી થશે એ અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે.


Google NewsGoogle News