ગરમીના કારણે હૃદય રોગના દર્દીનું ગભરામણ થયા પછી મોત થયું
ગરમીમાં સાઇકલ લઇને નીકળેલો શખ્સ ચક્કર આવતા પટકાયો : સયાજીમાં દાખલ
વડોદરા, ગરમીના કારણે ગભરામણ થતા મકરપુરામાં રહેતા ૫૬ વર્ષના આધેડનું મોત થયું છે. જ્યારે અન્ય એક સાયકલ સવારને ચક્કર આવતા તેઓ રસ્તા પર પટકાયા હતા.
ગોરવા ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષના સાકીરમીંયા રહીમમીંયા શેખ આજે સવારે પોણા અગિયાર વાગ્યે સાઇકલ લઇને પોલિટેકનિક કોલેજના ગેટ પાસેથી પસાર થતા હતા. તે સમયે અચાનક તેઓને ચક્કર આવતા તેઓ સાઇકલ પરથી નીચે પટકાતા માથામાં ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મકરપુરા એરફોર્સ પાસે નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા ૫૬ વર્ષના મનોજકુમાર મંગળભાઇ સોલંકી અગાઉ નોકરી કરતા હતા આજે તેઓ ઘરે હતા. તે દરમિયાન અચાનક તેઓને ગરમીના કારણે ગભરામણ થતા પરિવારજનો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું છે.તેઓને હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો