વડોદરામાં આરોગ્ય વિભાગનું ચેકિંગ : 11 નમૂના નાપાસ, વેપારીઓ સામે કાર્યવાહી
Food Checking in Vadodara :વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પેકેજ ડ્રીંકીંગ વોટર, ઘી, ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢી, દવાની એજન્સી, દુકાનો વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલ નમુનાઓમાં 11 નમુનાઓ નાપાસ આવેલ છે. જે 11 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પેકેજ ડ્રીંકીંગ વોટર, ઘી, ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢી, દવાની એજન્સી, દુકાનો વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી રહી છે.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વડોદરા શહેરનાં નિઝામપુરા મેન રોડ, ગોરવા, તરસાલી, વારસીયા, હાથીખાના, છાણી, કાલુપુરા, તેમજ રાવપુરા વિગેરે વિસ્તારોમાં આવેલ ઉત્પાદક પેઢી, દવાની એજન્સી, દુકાનોમાંથી પેકેજ ડ્રીંકીંગ વોટર, ઘી, ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ વિગેરેનાં 11 નમુના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે 11 નમુના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.