વડોદરા જિલ્લામાં લાંબા સમયથી બોગસ તબીબોની પ્રેક્ટિસ,તંત્રના આંખ આડા કાન

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં  લાંબા સમયથી બોગસ તબીબોની પ્રેક્ટિસ,તંત્રના આંખ આડા કાન 1 - image

વડોદરાઃ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પગલાં લેવામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાથી આવા તત્વોને ફાવટ આવી  ગઇ છે.

બે દિવસ પહેલાં વડોદરા પાસેના રાયપુરા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેની સામે કેસ કરવામાં આવ્યો  હતો.આ ડોક્ટર ૧૮ વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગના ધ્યાને કેમ ના આવ્યું તે તપાસનો વિષય છે.

પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરા જિલ્લામાં અનેક સ્થળે બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે.પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ભૂતકાળમાં ડીડીઓ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા અને થોડો સમય દોડધામ મચી હતી.પરંતુ ત્યારબાદ ફરીથી કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તેમ લાગતું નથી.જેને કારણે બોગસ ડોક્ટરોને મોકળું મેદાન મળી ગયું છે.


Google NewsGoogle News