પાદરાની મહિલાને ડાકણ કહી ભત્રીજાની પજવણી,લોખંડની ચેન વડે ફટકારી
વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક મહિલાને તેના જ ભત્રીજા દ્વારા ડાકણ કહીને પરેશાન કરવામાં આવતી હોવાથી કંટાળેલી મહિલાએ પોલીસની મદદ લીધી છે.
મહિલાએ કહ્યું છે કે,મારો ભત્રીજો હું ડાકણ છું અને મારે લીધે તેના કાકાની દીકરી બેભાન થઇ ગઇ છે તેમ કહી હેરાન કરતો હતો.અગાઉ પણ આવી રીતે પજવણી કરવામાં આવતી હતી.ભત્રીજા દ્વારા સાયકલની ચેનથી માર પણ મારવામાં આવતો હતો.
મહિલાએ અભયમની મદદ લેતાં અભયમની ટીમે ભત્રીજાનું કાઉન્સેલિંગ કર્યું હતું.પરંતુ સમાધાન નહીં થતાં આખરે મહિલાને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે મોકલી હતી.