Get The App

બીજી યુવતીના ચક્કરમાં ફસાયેલો પતિ પહેલી મેરેજ એનિવર્સરીએ જ બહાર રહ્યો,રાતે કહ્યું,તું ગમતી નથી..ચાલી જા

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
બીજી યુવતીના ચક્કરમાં ફસાયેલો પતિ પહેલી મેરેજ એનિવર્સરીએ જ બહાર રહ્યો,રાતે કહ્યું,તું ગમતી નથી..ચાલી જા 1 - image

વડોદરાઃ બીજી યુવતીના ચક્કરમાં ફસાયેલા પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

છાણી નજીક રહેતી પરિણીતાએ કહ્યું છે કે,મારા લગ્ન કીર્તિસિંગ સાથે થયા હતા.પરંતુ થોડા જ સમયમાં મેં તેમનો મોબાઇલ જોતાં કોઇ યુવતી સાથે તેમનો સબંધ હોવાનું જણાઇ આવ્યંુ હતું.જે મુદ્દે પતિએ મારઝૂડ કરી મારી પાસે દહેજની માંગણી કરવા માંડી હતી.

મારા સાસુ,સસરા અને જેઠ પણ મને માનસિક ત્રાસ ગુજારતા હતા.પહેલી મેરેજ એનિવર્સરીએ રાતે કેક કાપી ત્યારે પતિએ આખો દિવસ સાથે રહીશું તેમ કહ્યું હતું.પરંતુ સવાર થતાં જ બહારગામ ચાલ્યા ગયા હતા.મોડી રાતે પરત આવ્યા ત્યારે જમવાનું પૂછતાં ઝઘડો કરી તું મને ગમતી નથી,તારે ઘેર ચાલી જા..તેમ કહ્યું હતું.જેથી હાલમાં હું મારા કુટુંબીજનને ત્યાં રહું છું.છાણી પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News