Get The App

પાડોશી દંપતી દ્વારા અવારનવાર ઝઘડા કરી ખોટી રીતે હેરાનગતિ કરતા મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
પાડોશી દંપતી દ્વારા અવારનવાર ઝઘડા કરી ખોટી રીતે હેરાનગતિ કરતા મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો 1 - image


Vadodara News : પૂર્વ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા કાર્યકર અને સામાજિક કાર્યકર ભારતી શાહ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરી તેમની નજીકમાં રહેતા દંપતી દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે.

વાઘોડિયા રોડ પર રુદ્રાક્ષ એલીગન્સ વૈકુંઠ ચાર રસ્તા ખાતે રહેતા ભારતી શાહ કે જેઓ સામાજિક કાર્યકર છે અને પૂર્વ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના કાર્યકર રહી ચૂક્યા છે તેમનું કહેવું છે કે તેમના ઘરની સામે રહેતા માથાભારે વ્યક્તિ રિપલ શાહ અને તેમના પત્ની સ્નેહા રિપલ શાહ લગભગ દોઢ વર્ષથી કોઈપણ કારણ વિના ઝઘડો ઊભો કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને બિન જરૂરિયાત ઝઘડાનું કારણ ઉભું કરવા માટે તેમના મળેલા સાથીદારો એકબીજાના મેળાપણા થી અવારનવાર અમારા સાથે ખરાબ વર્તન કરતા આવેલ છે. અમે મારી માતા સાથે રહીએ છીએ અને તેઓ હાર્ટ પેશન્ટ છે. તેઓ અવારનવાર અમને માનસિક ત્રાસ ગુજારી અમારા સાથે ગેરવર્તન કરવા આવેલા છે. અગાઉ પણ અમે લોકોએ આ વ્યક્તિ વિરુદ્ધ ત્રણ અરજી પોલીસ કમિશ્નર ઓફિસમાં આપી છે તથા ચાર અરજી પોલીસ સ્ટેશનમાં આપેલ છે અને બે વાર 100 નંબર ઉપર ફોન કરીને જાણ કરેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ પણ એ માથાભારે વ્યક્તિ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ મારા ઉપર અંબે માતા મંદિર માંડવી ખાતે મારું ગળું દબાવી મને મારી નાખવાની કોશિશ કરી હતી. 

સ્થાનિક પોલીસ સ્ટેશન બાપોદ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી આ રિપલ શાહ વિરોધ કરવામાં આવતી નથી. રિપલ શાહ એવું કહે છે કે પોલીસને મારા ખિસ્સામાં લઈને ફરું છું પોલીસ મારું કંઈ ઉખાડી નહિ લે..જેથી આ રીપલ શાહ વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આજે પોલીસ ભવન ખાતે આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે.


Google NewsGoogle News